ગુજરાત સરકાર 20 હજાર રોજગારી આપશે : મુખ્યમંત્રી

ગુજરાત સરકાર 20 હજાર રોજગારી આપશે : મુખ્યમંત્રી
Spread the love

ગાંધીનગર મુખ્યમંત્રી દ્વારા રાજ્યના યુવાનો માટે સરકારી વિભાગોમાં રોજગારીની નવી તકો ખોલવામાં આવી રહી છે ગુજરાત સરકારે રાજ્યના વિવિધ સરકારી વિભાગોમાં ભરતીને લઈને મોટી જાહેરાત કરી છે. જે વિભાગોમાં ભરતી માટે પરીક્ષા લેવાઈ ગઈ છે તેમને તાત્કાલીકપણે નિમણૂક પત્ર આપવામાં આવશે. કોરોના મહામારી બાદ તરત જ નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે.

સાથે જ આગામી પાંચ મહિનામાં રાજ્યના 20 હજારથી વધુ યુવાઓને સરકારી નોકરીની વ્યાપક તક મળશે. વિપક્ષે પણ સરકારના આ નિર્ણયને આવાકર્યો છે.
ભરતી પ્રક્રિયા ઝડપથી શરૂ કરવા મુખ્યમંત્રીની સ્પષ્ટપણે સૂચના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારની નોકરીઓમાં ભરતી માટે તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ જી.પી.એસ.સી.,ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, પોલીસ-સામાન્ય વહિવટ વિભાગ-શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં મહત્વપૂર્ણ આદેશો આપ્યા છે. મુખ્યમંત્રીએ રાજ્યના યુવાનોને રાજ્ય સરકારની સેવામાં જોડાવાના અવસરો મળે તે માટે ભરતી પ્રક્રિયા ઝડપથી શરૂ કરવાના સ્પષ્ટપણે જણાવ્યું છે.

સંપૂર્ણ પ્રક્રિયા આગામી ત્રણથી પાંચ મહિનામાં પૂર્ણ થશે મુખ્યમંત્રીએ જી.પી.એસ.સી., ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, ગૃહ વિભાગ અને સામાન્ય વહિવટ વિભાગને તાત્કાલિક ધોરણે ભરતીઓનો દૌર આગળ ધપાવવા સપષ્ટપણે જણાવ્યું છે. આ સંદર્ભમાં યોજેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં જે નિર્ણયો કર્યા છે તે મુજબ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ હતી પરંતુ પરિણામ જાહેરાત થવાના બાકી હતા.

તેવી જગ્યાઓની સંપૂર્ણ પ્રક્રિયા આગામી ત્રણથી પાંચ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. 8000 જગ્યાઓ માટે તાત્કાલિક નિમણૂંક પત્રો આપવા આદેશ રાજ્ય સરકાર દ્વારા જે વિવિધ ભરતી એજન્સીઓ, વિભાગો દ્વારા અગાઉ જાહેરાત આપવામાં આવેલી અને પ્રાથમિક પરીક્ષાનો પ્રથમ તબક્કો પૂર્ણ થઇ ગયો હતો પરંતુ અન્ય તબક્કા બાકી હતા તેવી 8000 જગ્યાઓ માટે બાકી રહેતી પ્રક્રિયાઓ સત્વરે પૂરી કરીને તાત્કાલિક નિમણૂંક પત્રો આપવા તેમણે સૂચનાઓ આપી છે. રાજ્યના રોજગાર વાંચ્છુ અને હોનહાર યુવાઓને વેળાસર અને વ્યાપક રોજગારીના સરકારી નોકરીમાં અવસર મળે તે માટે માર્ગ મોકળો કર્યો છે.

કોવિડ-19ની સ્થિતી સામાન્ય થતાં જ કામગીરી શરૂ થશે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ભરતી માટેની જે જગ્યાઓની જાહેરાત પ્રસિદ્ધ થઇ ગઇ છે પરંતુ પરિક્ષા લેવાઇ નથી તેવી 9650 જેટલી જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા કોરોના કોવિડ-19ની સ્થિતી સામાન્ય થતાં જ શરૂ કરી દેવા તેમણે તાકિદ કરી છે. રૂપાણીના આ યુવા રોજગારલક્ષી નિર્ણયોને પરિણામે રાજ્યના અંદાજે 20 હજારથી વધુ યુવાઓને અંદાજે આગામી પાંચ મહિનામાં સરકારી સેવામાં નોકરીની તકો મળતી થશે.

ચાર વર્ષમાં સવા લાખ યુવાનોને સરકારી નોકરીઓમાં તક મળી ભૂતકાળમાં કોંગ્રેસના શાસન દરમિયાન સરકારી નોકરીઓની ભરતી ઉપર પ્રતિબંધ હોવાને કારણે રાજ્યના લાખો યુવાનો વર્ષો સુધી સરકારી નોકરીઓની તકથી વંચિત રહેતા હતા. રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં પારદર્શી અને ઝડપી તથા સરળ ભરતી પ્રક્રિયાઓને પરિણામે છેલ્લા ચાર વર્ષમાં સવા લાખ યુવાનોને રાજ્ય સરકારની નોકરીઓમાં તક મળી છે.

એટલું જ નહિ, રાજ્ય સરકારે પહેલીવાર 10 વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર કરીને સમયબદ્ધ ભરતી થતી રહે તે સુનિશ્ચિત કર્યું છે. અગાઉની સરકારોમાં જી.પી.એસ.સી.ની પરિક્ષાઓ લેવામાં અને તેના પરિણામો જાહેર કરવામાં લાંબો સમય જતો અને યુવાનો નોકરીની તકોથી વંચિત રહેતા તેનું નિવારણ લાવતા હવે જી.પી.એસ.સી. પણ ભરતી કેલેન્ડર દ્વારા એક જ વર્ષના ટુંકાગાળામાં સમયબદ્ધ અને ઝડપી સ્પર્ધાત્મક પરિક્ષાઓ સહિતની બધી જ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દે છે. મુખ્યમંત્રીએ હવે આ ભરતી પ્રક્રિયાને વધુ સુદ્રઢ અને પરિણામલક્ષી તેમજ સમયસર બનાવી રાજ્યના યુવાઓને કારકીર્દી ઘડતર માટેના ઉત્તમ અવસરો આપ્યા છે.

મુખ્યમંત્રીનો ભરતી પ્રક્રિયાનો વધુ એક નિર્ણય સિમાચિન્હ બનશે મુખ્યમંત્રીએ આ બધી જ ભરતી પ્રક્રિયાઓ સમયબદ્ધ, નિર્ધારીત આયોજન મુજબ પૂર્ણ થાય તે હેતુસર વિવિધ વિભાગો, ભરતી એજન્સીઓ, GPSC, ગૌણ સેવા પસંદગી મંડળ વગેરેને સ્પષ્ટ આદેશો પણ આપ્યા છે. રાજ્ય સરકારની નોકરીઓમાં ભરતી માટે કરેલા આ આગવા આયોજનના પરિણામે ઉચ્ચ ગુણવત્તાવાળું કૌશલ્યવાન ટેકનોસેવી યુવાધન રાજ્ય સરકારની નોકરીઓ દ્વારા પ્રજાજનોની સેવામાં મળતું થશે. આ પ્રયાસોમાં મુખ્યમંત્રીએ આજે કરેલો આ ભરતી પ્રક્રિયાનો વધુ એક નિર્ણય સિમાચિન્હ બનશે.

EhIhCLIU0AANfjZ.jpg

Right Click Disabled!