ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ

ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ
Spread the love

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોરોના વાયરસ સંક્રમિત આવ્યા છે.આ અંગે માહિતી તેમણે પોતે જ ટ્વીટ કરીને આપી છે. શાહે ટ્વીટમાં લખ્યું છે કે, “કોરોના સંક્રમણના શરૂઆતના લક્ષણો દેખાતા મેં તપાસ કરાવી. મારો ટેસ્ટ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. મારી તબિયત બરાબર છે પણ ડૉક્ટર્સની સલાહ થકી હૉસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું. મારી રિક્વેસ્ટ છે કે તમારામાંથી જે પણ લોકો છેલ્લા કેટલાક દિવસમાં મારા સંપર્કમાં આવ્યા હોય તો પ્લીઝ પોતાને આઇસોલેટ કરી લેવા અને પોતાનો કોરોના ટેસ્ટ કરાવવો નોંધનીય છે કે તાજેતરમાં જ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા તેમની હૉસ્પિટલમાં સારવાર થઈ રહી છે. યોગી આદિત્યનાથ સરકારમાં શિક્ષા મંત્રી કમલરાની વરુણનું આજે રવિવારે નિધન થઈ ગયું છે. તો વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણને કારણે સંજય ગાંધી પીજીઆઇમાં દાખલ હતા. આ સૂચનાઓ બાદ યોગી આદિત્યનાથે આજની પોતાની અયોધ્યા અને બારાબંકી વિઝિટ રદ કરી અને મંત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો.

amit_shah02-08-2020_d.jpg

Right Click Disabled!