ગૃહમંત્રી અમિત શાહ કોરોના પોઝિટિવ, હોસ્પિ.માં થશે દાખલ

ગૃહમંત્રી અમિત શાહ કોરોના પોઝિટિવ, હોસ્પિ.માં થશે દાખલ
Spread the love

ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah Corona positive) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Amit Shah Corona positive) આવ્યો છે. જ્યાર બાદ તેઓ ખુદ ડૉક્ટરની સલાહથી હોસ્પિટલમાં ભરતી થશે. આ અંગે તેઓએ ખુદ ટ્વિટ કરીને માહિતી આપી છે. અમિત શાહે ખુદ ટ્વિટ કરીને જણાવ્યું કે, “કોરોનાના શરૂઆતનાં લક્ષણો દેખાતા મે ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મારી તબિયત ઠીક છે, પરંતુ ડોકટરોની સલાહથી હું હોસ્પિટલમાં દાખલ થઇશ. હું વિનંતી કરું છું કે જે પણ છેલ્લાં કેટલાક દિવસોમાં મારી સાથે સંપર્કમાં આવ્યા છે, તેઓ કૃપા કરીને સ્વયં પોતાની જાતને આઇસોલેટ કરી પોતાની તપાસ કરાવે.”

24 કલાકમાં 853ના મોત
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લાં કેટલાંક દિવસોથી દરરોજ 50 હજારથી વધુ નવા પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં 54,736 નવા કેસ મળી આવ્યાં છે. જ્યારે આજનાં સમયગાળા દરમિયાન વધુ 853 લોકોના મરણ નોંધાયા છે.

આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, નવા કેસ ઉમેરાવા સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 17,50,724 પર પહોંચી ચૂક્યો છે. જ્યારે 37,364 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. આ સાથે રાહતની વાત એ પણ છે કે, દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. અત્યાર સુધી 11,45,630 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. જ્યારે હાલ દેશમાં કુલ 5,67,730 એક્ટિવ કેસો છે.

IMG-20200802-WA0006.jpg

Right Click Disabled!