ગૃહ પ્રધાન અમિત શાહ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં ફરીથી દાખલ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ફરીથી શનિવારે રાત્રે 11 વાગ્યે એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો 2 ઑગસ્ટ કોરોના વાઈરસ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. બાદ એમને ગુરૂગ્રામની મેદાન્તા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મેદાન્તા હોસ્પિટલમાં સારવાર કર્યા બાદ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ 14 ઑગસ્ટે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
પરંતુ 18 ઓગસ્ટના રોજ થાક અને શરીરમાં દુખાવાની ફરિયાદોને કારણે તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી, 31 ઑગસ્ટે, તે સ્વસ્થ અને ડિસ્ચાર્જ થઈ ગયા હતા. હવે 12 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11 વાગ્યે તેમને ફરીથી એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
