ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું કદ વધ્યું, હવે Z કેટેગરીની સુરક્ષા

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું કદ વધ્યું, હવે Z કેટેગરીની સુરક્ષા
Spread the love
  • 2 કમાન્ડો સહિત 22 સુરક્ષા ગાર્ડસ ગૃહરાજ્યમંત્રીની સુરક્ષામાં તહેનાત
  • કાફલામાં એસકોર્ટ અને પાયલોટિંગ કાર પણ રહેશે

ગાંધીનગરઃ રાજયના ગૃહ રાજયમંત્રી પ્રદિપ સિંહ જાડેજાને અત્યાર સુધી Y+ કેટેગરી ફાળવવામાં આવી હતી, પરતું રાજય સરકારે ગૃહમંત્રીને Z સિક્યુરિટી ફાળવવાનો નિર્ણય કર્યો છે. રાજયના ગૃહ રાજયમંત્રી પ્રદિપ સિંહની સુરક્ષામાં હવે 2 કમાન્ડો સહિત 22 સુરક્ષાકર્મી હશે. સાથે તેમના કાફલામાં હવે એસકોર્ટ અને પાયલોટ કાર પણ રહેશે. ગુજરાતના ગૃહ રાજયમંત્રી રાજયમંત્રી પ્રદિપ સિંહ જાડેજાનું રાજકીય દક દિવસે ને દિવસે વધી રહ્યું છે. પ્રદિપ સિંહ ગુહ રાજયમંત્રી હોવાથી Y+ કેટેગરીમાં સમાવેશ થતો હતો. પરતું હવે તેમને Z સિક્યુરિટી ફાળવવામાં આવશે. ગૃહ રાજયમંત્રીના કાફલામાં એસકોર્ટ કાર તેમની ગાડીની પાછળ રહેશે અને પોલીસની પાયલોટિંગ કાર એ આગળ રહેશે. ગૃહ રાજયમંત્રીની સુરક્ષા કેટેગરી Z કરવાના કારણે હવે બે કમાન્ડો તેમની ફરતે રહેશે. તેવી રીતે જ તેમના સત્તાવાર નિવાસ્થાન ઉપર પણ કમાન્ડો તૈનાત કરવામાં આવશે.

સામાન્ય રીતે રાજકીય નેતાઓ VVIPઓને કેવા પ્રકારની સુરક્ષા આપવી તેનો નિર્ણય સ્ટેટ આઈબીના ઈનપુટને આધારે રહેતો હોય છે. સ્ટેટ આઈબી દર ત્રણ મહિને જે નેતાઓને અલગ અલગ કેટેગરીની સુરક્ષા ફાળવવામાં આવી છે, તેની સમીક્ષા કરતું હોય છે. તેના આધારે સુરક્ષા વધારવી કે સુરક્ષા ઘટાડવી તે અંગેનો નિર્ણય લેવાતો હોય છે. ગૃહ રાજયમંત્રી રાજયમંત્રી પ્રદિપ સિંહ જાડેજાની સુરક્ષા કેટેગરી વધારવા માટે આઈબીના ઈનપુટ બાદ તેમને Z સુરક્ષા ફાળવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રીને Z+ સિક્યુરિટી ફાળવવામાં આવી છે. જયારે Z સિક્યુરિટી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ, હાઈકોર્ટ જજ સોનિયા બેન ગોકાણીને અપાઇ છે. ઘણા ઓછા લોકોને Z સિક્યુરિટી ફાળવવામાં આવી છે. હવે તેમાં ગૃહ રાજયમંત્રી રાજયમંત્રી પ્રદિપ સિંહ જાડેજાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

305 લોકોને વિવિધ કેટેગરી સુરક્ષા

ગયા વર્ષે એક આરટીઆઈના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે 305, “લોકોને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. ત્યાર બાદ મહારાષ્ટ્રના વિવાદ બાદ અભિનેત્રી કંગના રણૌતને પણ yકેટેગરીની સુરક્ષા અપાતા આ આંકડો 306નો થયો છે. જેમાં 24 લોકો છે જેને Z પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. આરટીઆઈ કાર્યકર નૂતન ઠાકુરે પુછેલા પ્રશ્નના જવાબમાં ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે આશરે 24 લોકોને ઝેડ પ્લસ સુરક્ષા મળી રહી છે અને 59 લોકોને Z લેવલ સુરક્ષા મળી રહી છે. જ્યારે X કેટેગરીમાં 143 લોકોને Y કેટેગરીની 83 લોકોને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. પરંતુ ગૃહ મંત્રાલયે આ સાથે સંબંધિત કોઈ વધુ માહિતી આપી નથી. તેમજ મંત્રાલયે સુરક્ષા કર્મચારીઓનાં નામ જાહેર કરવાની ના પાડી દીધી છે.”

X કેટેગરીની સુરક્ષા

Z કેટેગરની સુરક્ષામાં માત્ર 2 સુરક્ષા ગાર્ડ હોય છે જેમાં કમાન્ડો હોતા નથી. આ સુરક્ષા મૂળભૂત સુરક્ષા છે. દેશના 65 થી વધુ લોકોને એક્સ લેવલ સિક્યુરિટી મળી છે.

Y કેટેગરીની સુરક્ષા

દેશની VIP હસ્તીઓને Y કેટેગરીની સુરક્ષા ઉપલબ્ધ કરાવાય છે. તેમાં 11 સુરક્ષા ગાર્ડ હોય છે. 1 કે 2 કમાન્ડો અને 2 PSO પણ સામેલ હોય છે. તાજેતરમાં અભિનેત્રી કંગના રણૌતને આ સુરક્ષા અપાઇ છે.

Z કેટેગરીની સુરક્ષા

ઝેડ કેટેગરીની સુરક્ષામાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના 4 કે 5 કમાન્ડર સહિત 22 સુરક્ષા કર્મીઓ હોય છે. ઉપરાંત દિલ્હી પોલીસ અથવા CRPF દ્વારા સુરક્ષા પૂરી પડાય છે. સુરક્ષામાં 2 એસ્કોર્ટ કાર પણ સામેલ છે. કમાન્ડોઝ તમામ મશીનગન અને ટેલીકોમના આધુનિક માધ્યમોથી સજ્જ હોય છે. તેઓ માર્શલ આર્ટ્સની તાલીમ પામેલા હોયછે. તેઓ શસ્ત્રો વિના લડવાની કળા પણ પારંગત હોય છે.

Z Plus કેટેગરીની સુરક્ષા

ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષામાં 36 સુરક્ષા ગાર્ડ્સ હોય છે, જેમાં NSGના 10 કમાન્ડો પણ હોય છે. આ સુરક્ષા પ્રણાલીને બીજી SPG કેટેગરી પણ કહેવામાં આવે છે અને આ કમાન્ડોઝ અત્યાધુનિક હથિયારોથી સજ્જ હોય છે, તેમની પાસે નવીનતમ ગેજેટ્સ અને ઉપકરણો હોય છે. પ્રથમ તબક્કાની સુરક્ષા માટે NSG જવાબદાર હોય છે, પછી બીજા સ્તરે SPG અધિકારીઓ હોય છે અને એમની સાથે ITBP અને સીઆરપીએફના જવાનો પણ હોય છે.

z-SECURITY.jpg

Right Click Disabled!