ગૌશાળાઓની હાલત કફોડી બની

બનાસકાંઠાના દિયોદર સહિત સમગ્ર જિલ્લામાં આવેલ ખોડા ઢોર પાંજરાપોળ અને ગૌશાળાઓની હાલત કફોડી બની છે. ગૌશાળાઓમાં દૈનિક લોકો દાન કરતા હતા જે દાન પણ બંધ થઈ ગયું છે તો બીજી તરફ સરકારે પાંજરાપોળ અને ગૌશાળામાં રહેલ ગાયો અને પશુઓના નિભાવ માટે એક મહિના સુધી એક પશુ દીઠ 25 રૂપિયાનું નિભાવ ફંડ આપ્યું હતું. પરંતુ સરકારે માત્ર એપ્રિલ માસનું નિભાવ ફંડ આપ્યા બાદ આ નિભાવ ફંડ પણ બંધ કરી દીધું હોવાનું ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો જણાવી રહ્યા છે. જેથી પાંજરાપોળ સંચાલકો સરકાર પશુ નિભાવ માટે 25 રૂપિયાના બદલે જયાં સુધી પૂરેપૂરું લોક ડાઉન ખુલે નહીં ત્યાં સુધી 35 થી 50નું નિભાવ ફંડ આપે તેવી માંગ કરી છે.
