ચાંગડા ગામેથી ગેરકાયદેસર માદક પદાર્થ પકડી પાડતી થરાદ પોલીસ

થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી જે.બી.ચૌધરી સાથે થરાદ પોલીસ સ્ટાફના માણસોએ ચોક્કસ બાતમી હકિકતના આધારે ચાંગડા ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી વોચમાં હતા તે દરમ્યાન મોટર સાયકલ નંબર જીજે.૦૮- બીકે.૭૨૭૭ નુ આવતા મોટર સાયકલ પકડી પાડયું હતું, મોટર સાયકલ ચાલક રૂપાજી રગાજી રાજપુત ઉંમર વર્ષ ૪૫, રહે બેવટા સીમ, તાલુકો થરાદવાળાની અંગઝડતી કરતા અફિણનો રસ ૨૪૫ ગ્રામની કિંમત રૂપિયા ૨૪૫૦૦ તથા મોબાઇલ નંગ ૧ની કિંમત રૂપિયા ૫૦૦ તથા રોકડ રકમ રૂપિયા ૬૦૦ તથા મોટર સાયકલની કિંમત રૂપિયા ૩૫૦૦૦ એમ મળી કુલ કિંમત રૂપિયા સાઈઠ હજાર છસોનો મુદ્દામાલ મળી આવતા જપ્ત કરી તેમજ આ જથ્થો હરચંદજી ધનાજી પટેલ રહે નાની વિરોલ, તાલુકો સાંચોર, જિલ્લો જાલોરવાળાએ આપેલ હોઈ બંને આરોપીઓ વિરુદ્ધ થરાદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ
