ચિત્રકલા મારા શોખ સાથે સારી કમાણી પણ કરી આપે છે

ચિત્રકલા મારા શોખ સાથે સારી કમાણી પણ કરી આપે છે
Spread the love
પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોકડાઉનનાં કારણે સૈા કોઈ ઘરમાં જ રહીને પ્રવુત્તિ કરી રહ્યા છે તેમજ પોતાના શોખ ને પૂરો કરી અને સમયનો સદુપયોગ કરી રહ્યા છે. ગાંધીનગર સેકટર ૬-બી, પ્લોટ ૨૦૯/૧માં રહેતા પોનલબેન ગોપાલભાઈ હપાણી એક સારા ચિત્રકાર છે. છેલ્લા ૨૦ વર્ષથી આ ચિત્રકલામાં નિપુણતા મેળવી છે. આજે પોતાનો શોખને વ્યવસાય તરીકે ઘરે બેઠાં વિકસિત કર્યો છે. ફાઈન આર્ટસ શીખી પોનાલબેન ઘરમાં રહી સુંદર ચિત્રો બનાવતા. તેમના ચિત્રોની આ કલાને સારો પ્રતિસાદ મળવા લાગ્યો. તેમની ખાસિયત એ છે કે કોઈ પણ ચહેરાને આબેહૂબ કેનવાસ પર ઉતારી શકે છે.
પોનાલબેન્ને પૌરાણીક સંસ્કૃતિ પર ચિત્ર ક્લા ને વધુ સારી રીતે પ્રદર્શિત કરી શે છે, પોઇટ્રેટ પેઇન્ટિંગ સાથે ઓઈલ પેઇન્ટિંગ તેમજ વોલ પેઇન્ટિંગ, નવરાત્રી, દિવાળીમાં રંગોળીમાં પણ નિપુણતા મેળવી છે. પોનાલબેનના પતિદેવ ફિઝિક્સ વિષયનાં એક્સપર્ટ “ગોપલ સર” તરીકે સારી નામના ધરાવે છે, જ્યારે દીકરી “સંસ્કૃતિ” ધોરણ ૬માં અભ્યાસ કરે છે. વધુમાં પોનલબેન જણાવે છે કે “મહિલાઓ ઘરમાં બેસીને પણ પોતાના શોખ પૂર્ણ કરી શકે સાથે આજીવિકા પણ ઊભી કરી શકે,” પોતાની ચિત્રકલાને સફળતા માટે પતિ ગોપાલભાઈ નો આભાર માનતા પોનાલબેનનાં કહેવા પ્રમાણે ઘરના સભ્યોનો સહકાર હમેશા મળતો રહે તો પ્રત્યક નારી એક નવા સમાજના નિર્માણમાં પૂરો સહકાર આપી શકે છે. ગાંધીનગર સ્થિત “સંસ્કૃતિ આર્ટ ગેલેરી”માં તેમના ચિત્રો મુકાયા છે.
Right Click Disabled!