ચિબોડામાં અજાણી લાશ સંદર્ભે હત્યાનો ગુનો

ભિલોડા તાલુકાના ચીબોડા ગામ નજીક આધેડ પુરુષ ની લાશ નગ્ન હાલતમાં મળી આવી હતી. જેમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધ્યો હતો પરંતુ બનાવના ૪૦ દિવસ પછી આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકને માથાના ભાગે બોથડ પદાર્થની ઇજા જણાઈ આવતા તબીબના અભિપ્રાય મુજબ ભિલોડા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે.
અરવલ્લીમાં હત્યાના ગંભીર બનાવમાં પોલીસની બેદરકારી અગાઉ જાહેર થઈ હતી અને હત્યામાં મૃત બતાવેલ યુવાન જીવિત નીકળ્યો અને નિર્દોષ યુવાનો સામે હત્યાનું આરોપ નામુ ગડી દેનાર અધિકારી ને સસ્પેન્ડ કરવાનો મામલો તાજો છે જેથી ભિલોડા પોલીસે ક્યાંક કાચું કપાઈ ના જાય તેની મોડે મોડે ચીવટ રાખી અકસ્માતે મોત ના કથિત બનાવના પોસ્ટમોર્ટમ રિપોર્ટને આધારે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
દિનેશ નાયક, સરડોઈ
