ચોટીલા સબ ડીવિઝનના ૯ ઈસમોને હદપાર કરાયા

Spread the love

સુરેન્‍દ્રનગર,

ચોટીલાના નાયબ કલેકટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે અસામાજિક તત્વો ઉપર કડક હાથે કામ લેવા અંગે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રીની સ્થાયી સૂચનાનુસાર જિલ્લા પોલીસ વડા, સુરેન્દ્રનગર તરફથી થઈ આવેલ દરખાસ્ત અન્વયે ચોટીલા સબ ડીવીઝનમાં સમાવિષ્ટ તાલુકાઓમાં વસવાટ કરતા અકબરભાઈ જુમાભાઈ ભટ્ટી, (મિયાણા) રહે. મફતીયાપરા, ચોટીલા, ઉદયભાઈ વિનુભાઈ ધાધલ, મુ. ખેરાણા, તા. ચોટીલા, ગાંડુભાઈ ભાણાભાઈ ચાવડા, મુ. ઢોકળવા, તા.ચોટીલા, મહેન્દ્રસિંહ ઉર્ફે હકુભા ચંદુભા પરમાર રહે. ઘાંચીવાડ, ચોટીલા, જેન્તીભાઈ દેવશીભાઈ ચૌહાણ, રહે. ચિરોડા (ઠાં) તા. ચોટીલા, મહાવિરસિંહ હેમુભા ઝાલા, મહાલક્ષ્મી શેરી, મુ. થાનગઢ, જગાભાઈ અમરશીભાઈ દેકાવાડીયા, મુ.ભવાનીગઢ, તા.મુળી, જીણાભાઈ રણછોડભાઈ પાદેવારીયા મુ.ગોદાવરી તા. મુળી તથા ઘનજીભાઈ ભલુભાઈ સલુરા, રહે. કોળીપરા મુળી એમ મળી કુલ-૯ (નવ) ઈસમોને ચોટીલાના નાયબ કલેકટરશ્રી આર.બી. અંગારીના હુકમથી સુરેન્દ્રનગર તથા આસપાસના રાજકોટ, અમદાવાદ, મોરબી, બોટાદ, મહેસાણા તથા ભાવનગર જિલ્લાઓમાંથી હદપાર કરવામાં આવેલ છે.

Right Click Disabled!