ચોમાસુ સત્ર લોકસભાની કાર્યાવાહી બે બિલ પાસ થયા

ચોમાસુ સત્ર લોકસભાની કાર્યાવાહી બે બિલ પાસ થયા
Spread the love

ચોમાસુ સત્ર માટે 4000 લોકોનો કોવિડ ટેસ્ટ કરાયો, જેમાં સાંસદ, તેમનો સ્ટાફ, સંસદના કર્મચારી,સિક્યોરિટી સામેલ છેસંસદની મોટા ભાગની કાર્યવાહી ડિજિટલ મોડ પર થશે, આખા પરિસરને સેનેટાઇઝ કરાઈ રહ્યો છેકોરોના મહામારી વચ્ચે 17મી લોકસભાનું ચોથું સત્ર શરૂ થઈ છે.આ વખતે ઘણો ફેરફાર જોવા મળ્યો છે. સંસદ પરિસરમાં એન્ટ્રીથી માંડી કાર્યવાહી સુધી કોરોનાની અસર જોવા મળી હતી. વડા પ્રધાન, કેન્દ્રીય મંત્રી, સાંસદથી માંડી સંસદના કર્મચારી અને સિક્યોરિટી સ્ટાફ ફેસ માસ્ક પહેરીને અને સોશિયલ ડિસટન્સીંગનું પાલન કરતા જોવા મળ્યા હતા.

સંસદના એન્ટ્રી પોઈન્ટ પર ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું હતું. ત્યારપછી તમામના કોવિડ ટેસ્ટનો રિપોર્ટ ચેક કરવામાં આવ્યો હતો. નેગેટિવ હોય તો જ અંદર જવાની મંજૂરી આપવામાં આવી છે. સત્રની શરૂઆતના પહેલા લગભગ 4000 લોકોનો કોરોના ટેસ્ટ કરાયો હતો. જેમાં સાંસદ,તેમના સ્ટાફ, સંસદના કર્મચારી અને સિક્યોરિટી પર્સનલ પણ સામેલ છે. લોકસભામાં શું ફેરફાર જોવા મળ્યા? સીટિંગ અરેન્જમેન્ટ લોકસભામાં માત્ર 200 સભ્યોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 30 સભ્ય ગેલેરીમાં બેઠા હતા.

લોકસભા ચેમ્બરમાં જ એક મોટી ટીવી સ્ક્રીન લગાડવામાં આવી છે. જેના માધ્યમથી રાજ્યસભામાં બેઠેલા લોકસભાના સભ્ય પણ જોવા મળી રહ્યા હતા બાકી સભ્ય રાજ્યસભામાં બેઠા હતા આવા જ રાજ્યસભામાં બેઠેલા સભ્ય સ્ક્રીન દ્વારા લોકસભાની કાર્યવાહી જોઈ રહ્યા હતા.

Eg6OHhgUYAAWjuw.jpg

Right Click Disabled!