છેવાડાનો માનવી પણ બેન્કની સહાયથી પગભર થાય તેવા બદલાવ પૂર્ણ વ્યવહારની આવશ્યકતા : મુખ્યમંત્રી

છેવાડાનો માનવી પણ બેન્કની સહાયથી પગભર થાય તેવા બદલાવ પૂર્ણ વ્યવહારની આવશ્યકતા : મુખ્યમંત્રી
Spread the love

ગાંધીનગર,
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાષ્ટ્રીયકૃત બેન્કોને ટ્રેડિશનલ સોચમાંથી બહાર આવી એગ્રેસીવ એપ્રોચ સાથે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસથી સહાય–ધિરાણ સરળીકરણ માટે આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, બેન્કો મદદ કરવા તત્પર છે અને છેવાડાનો માનવી પણ બેન્કોની સહાય–ધિરાણથી પગભર થાય તેવા બદલાવ પૂર્ણ વ્યવહારની આવશ્યકતા હવેના સમયમાં બેન્કોએ સ્વીકારવી પડશે.

મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરમાં ૧૬૨મી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટિની બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર શ્રી મહેશકુમાર જૈન, એસ.એલ.બી.સી.ના ચેરમેન અને બેન્ક ઓફ બરોડાના CEO પી. એસ. જયકુમાર, લીડ બેન્ક બેન્ક ઓફ બરોડાના એકઝીકયુટીવ ડાયરેકટર શ્રી વી. એસ. ખીચી સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, હવે ગ્લોબલાઇઝેશનને કારણે દુનિયા ખૂલી ગઇ છે. ઇઝ ઓફ ડૂઇંગને કારણે સરળીકરણ થવાથી વિકાસની સ્પર્ધા એટલી તીવ્ર થઇ ગઇ છે કે પૂરતો સપોર્ટ અને લાંબો દ્રષ્ટિકોણ ન હોય તો વિકાસ શકય નથી. બેન્કોએ આ દ્રષ્ટિથી એવી વ્યવસ્થાઓ ઊભી કરવી પડે કે કેન્દ્ર–રાજ્ય સરકારોની વિવિધ યોજનાઓનો લાભ તેમના મારફત છેલ્લામાં છેલ્લા માનવી સુધી સુપેરે પહોચે એમ તેમણે ઉમેર્યુ હતું. શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગુજરાત તો વેપારી રાજ્ય તરીકે ખ્યાતિ પ્રાપ્ત છે અને વેપાર–ઊદ્યોગ તો ગુજરાતના DNAમાં છે. આપ બળે સમૃધ્ધિએ પહોચેલું ગુજરાત ઇકોનોમીકલી સાઉન્ડ છે પરંતુ હવે બેન્કોએ પણ સાંપ્રત વ્યાપક સ્થિતીનો વિચાર કરી ૩૪ લાખ જેટલા MSME એકમો, યુવા સાહસિકોને વધુ સરળતાએ ધિરાણ–સહાયથી સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ માટે નક્કર પગલાંઓ–આયોજનો કરવાની આવશ્યકતા છે તેવો મત શ્રી વિજયભાઇ રૂપાણીએ વ્યકત કર્યો હતો.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત સરકારે ગ્રીન–કલીન ઊર્જા માટે અમલમાં મૂકેલી સોલાર રૂફ ટોપ યોજના માટે રૂ. ૧૦૦૦ કરોડની ધિરાણ–સહાયનું બજેટ ફાળવ્યું છે તેની ભૂમિકા આપતાં બેન્કર્સને અપીલ કરી કે આ યોજના માટે બેન્કો પણ સહાય માટે આગળ આવે.

તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના તહેત ર૦રર સુધીમાં સૌને આવાસનો લક્ષ્યાંક પાર પાડવામાં બેન્કોની લોન–સહાયના સહયોગની તેમજ ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફરના પારદર્શી અભિગમમાં બેન્કોના સક્રિય સહયોગ માટે વધુ શાખાઓ શરૂ કરવાની જરૂરિયાત પણ સમજાવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, ગુજરાતના હરેક જિલ્લા–વિસ્તારમાં ઊદ્યોગ– વેપારની કોઇને કોઇ વિશેષતા રહેલી છે. પોટેન્શીયલ પડેલું છે. બેન્કોએ આ વિશેષતાઓ સમજીને ઇન્ફ્રાસ્ટ્રકચર, સોશિયલ સેકટર, એગ્રીકલ્ચર સેકટર જેવા પાયાના સેકટર્સમાં ધિરાણ સહાયનું ફલક વિસ્તારવું જોઇએ.

તેમણે બેન્કર્સને અનુરોધ કર્યો કે, બેન્કોને મળતી લોન–સહાય કે અન્ય ધિરાણની અરજીઓ સામે ડે-ટુ-ડે કેટલી અરજીઓનો નિકાલ થયો તેનો નિયમીત અહેવાલ રાજ્ય સરકારને મળે તે પણ અપેક્ષિત છે.  નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બેન્કીંગ સેવાઓનો વ્યાપ નાનામાં નાના માનવી સુધી પહોચે તે માટે પાંચ હજારથી વધુ વસ્તીવાળા ગામોમાં બેન્કની શાખાઓ શરૂ કરવાનો લક્ષ્ય રાખ્યો છે. ગુજરાતમાં બેન્કો વધુ શાખાઓ શરૂ કરી આ સંકલ્પમાં સૂર પૂરાવે તે અપેક્ષિત છે.

તેમણે ઉમેર્યુ કે ખેડૂતોની આવક ર૦રર સુધીમાં બમણી કરવાના શ્રી નરેન્દ્રભાઇ મોદીના નિર્ધારમાં બેન્કો ખેત ધિરાણ, ફસલ બિમા યોજનાના ચૂકવણામાં વેગ લાવે સાથોસાથ ફલેગશીપ યોજના જેવી ખેતી ક્ષેત્રની, યુવા રોજગારીની-સ્વરોજગારીની યોજનાઓમાં પણ ત્વરીત સહાય આપી આર્થિક તેજીના ભારત સરકારના આયોજનમાં સહયોગ કરે. તેમણે કૃષિ સંલગ્ન યોજનાઓમાં ધિરાણ આપવામાં બેન્કો વિલંબ ન કરે તેના પર ખાસ ભાર મૂકયો હતો.  નાયબ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાંથી બેન્કો કેટલી ડિપોઝીટ મેળવે છે અને તેની સામે કેટલી લોન-સહાય આપે છે તેનું આકલન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ક્રેડિટ ડિપોઝિટ રેશિયો નબળા જિલ્લાઓમાં વધારવા બેન્કો સક્રિય બને.  શ્રી નીતિનભાઇ પટેલે કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં ફિશરમેન અને પશુપાલકો માટે ક્રેડીટ કાર્ડ આપવાની નવી જાહેરાતોના સંદર્ભમાં કહ્યું કે, ૧૬૦૦ કિ.મી. લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતના માછીમાર ભાઇઓ અને કૃષિ સંલગ્ન પશુપાલન વ્યવસાય સાથે  કળાયેલાઓને પણ સરળ ધિરાણ સહાય મળે તેવું દાયિત્વ બેન્કો નિભાવે.  આ મિટીંગ દરમ્યાન રાજ્ય સરકારના નાણાં વિભાગના  હયોગથી જૂથ વીમા યોજના અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના ધિરાણ-લોન સહાય માટેના બે પોર્ટલ લોન્ચીંગ કરવામાં આવ્યા હતા.

Right Click Disabled!