જનતા કર્ફ્યુનો ચુસ્તપણે અમલ થશેઃ રૂપાણી

જનતા કર્ફ્યુનો ચુસ્તપણે અમલ થશેઃ રૂપાણી
Spread the love

૨૨ માર્ચે જનતા કરફ્યુંઃ એસ.ટી સહિત રાજ્યની તમામ બસ સેવા બંધ

અમદાવાદ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ આજે ગુરુવારે રાત્રે ૮ વાગ્યે દેશવાસીઓને સંબંધોન કર્યા હતા. તેમણે મહત્વની વાત જણાવી હતી. વૈશ્વિક મહામારી સામે લડવા માટે સંકલ્પ અને સંયમની વાતને મહત્વ આપ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રવિવારે જનતા કર્ફ્યૂ કરવાની અપીલ કરી હતી. વડાપ્રધાનની આ અપીલના સંદર્ભમાં પ્રતિક્રિયા આપતા રાજ્યનાના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે રવિવારે દેશમાં અને ગુજરાતમાં જનતા કર્ફ્યૂ રહેશે. રવિવારે જનતા કર્ફ્યૂના દિન ગુજરાતમાં જાહેર પરિવહનની તમામ સેવાઓ બંધ રાખવાનો આદેશ મુખ્યમંત્રી આપ્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ‘ રાજ્યમાં આગામી રવિવારે જનતા કર્ફ્યૂનો ચુસ્તપણે અમલ થશે. જનતા કર્ફ્યૂ અંતર્ગત રાજ્યમાં એસટી. સીટી બસ સુવિધા અને અન્ય તમામ ટ્રાન્સપોર્ટેશન બંધ રહેશે. અમદાવાદની એએમટીએસ અને બીઆરટીએસની સુવિધાઓ પણ જનતા કર્ફ્યૂના દિને બંધ રહેશે. લોકો સાંજે ૫ વાગ્યે થાળી, ઘંટ ખખડાવી કે પછી તાળીઓ પાડી અને કોરોના વાયરસની લડતમાં દેશ એક છે એ સંદેશો આપવા માટે આગળ આવે.

Right Click Disabled!