જનતા કર્ફ્યૂને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું સમર્થનઃ ઘરમાં રહેવા અપીલ કરી

જનતા કર્ફ્યૂને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું સમર્થનઃ ઘરમાં રહેવા અપીલ કરી
Spread the love
  • હેમંત ચૌહાણનું પણ જનતા કર્ફ્યુને સમર્થન

રાજકોટ,
૨૨ માર્ચ રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યુની જાહેરાત કરી છે. તેનું સમર્થન ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેની પત્ની રીવાબાએ આપ્યું છે. બંનેએ વીડિયો બનાવી લોકોને જતના કર્ફ્યુના દિવસે ઘરમાં રહેવા અપીલ કરી છે. તેમજ પોતે પણ ૨૨ મર્ચના રોજ ઘરમાં રહેશે તેવું વીડિયોમાં બોલી રહ્યા છે. કોરોના વાઇરસ સામે આપણે સૌ જનતા કર્ફ્યુને સમર્થન આપીએ.
ગાયક કલાકાર હેમંત ચૌહાણએ પણ જનતા કર્ફ્યુને સમર્થન આપ્યું છે. તેઓએ વીડિયો બનાવી જણાવ્યું છે કે, આપણા વડાપ્રધાનના આદેશ મુજબ ૨૨ તારીખે જનતા કર્ફ્યુનું એલાન છે તેનું આપણે બધા પાલન કરીએ. કોરોનાની આ વિશ્વવ્યાપી મહામારીને લક્ષમાં રાખી આપણે સૌ જનતા કર્ફ્યુનું પાલન કરીએ.

Right Click Disabled!