જન્માષ્ટમીએ ભક્તોને દ્વારકા અને ડાકોરમાં મંદિર પ્રવેશ પર પ્રતિબંધ

જન્માષ્ટમીએ ભક્તોને દ્વારકા અને ડાકોરમાં મંદિર પ્રવેશ પર પ્રતિબંધ
Spread the love

ગુજરાતમાં કોરોના વાઈરસના સંક્રમણના પ્રસારને અટકાવવાના ઇરાદા સાથે જન્માષ્ટમીના અને ગોકુળ આઠમ ઉત્સવના ચાર દિવસ સુધી દ્વારકા અને ડાકોરમાં ભગવાન શ્રી કૃષ્ણના મંદિરો ભક્તો માટે બંધ રહેશે.વિશ્ર્વવિખ્યાત જગત મંદિર શ્રી દ્વારકાધીશના દર્શનાર્થે પ્રતિવર્ષે જન્માષ્ટમી સહિતના વિવિધ તહેવારોમાં લાખોની સંખ્યામાં જનમેદની ઊમટી પડે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી દિવસોમાં જન્માષ્ટમી પર્વે કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે હેતુથી જિલ્લા કલેક્ટર દ્વારા ચાર દિવસ માટે ભાવિકો માટે પ્રવેશ બંધી અંગે હુકમ કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકાના જગતમંદિરે જન્માષ્ટમી પર્વે ભાવિકો માટે દર્શન બંધ રાખવા અંગે જિલ્લા કલેકટર દ્વારા પ્રતિબંધ મુકાયો છે.

આગામી તારીખ ૧૨ ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના દિવસોમાં લાંબી રજાઓ પણ આવતી હોવાથી દ્વારકા ખાતે મોટી સંખ્યામાં ભકતોની ભીડ ઊમટી પડે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે. હાલ કોરોના વાઈરસના વધતા જતા કેસો તથા સંક્રમણની પુરી સંભાવનાઓ હોવાથી દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા મુજબ હાલ કોરોના વાઈરસની મહામારી સામે તકેદારીના ભાગરૂપે તા. ૧૦ ઓગસ્ટથી તા. ૧૩ ઓગસ્ટ સુધી દ્વારકાધીશ મંદિરમાં ભક્તો માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. જન્માષ્ટમી પર્વે ચાર દિવસ સુધી ભક્તોને દર્શન માટે પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, આ નિયમ મંદિરના પૂજારી તથા સરકારી ફરજ પરના કર્મચારીઓને લાગુ પડશે નહીં તેમ પણ વધુમાં જણાવાયું છે.

images.jpg

Right Click Disabled!