જમ્મૂ કાશ્મીરમાં ત્રણ આતંકવાદીની ધરપકડ

જમ્મૂ કાશ્મીરમાં ત્રણ આતંકવાદીની ધરપકડ
Spread the love

આતંકવાદ વિરોધી દિવસ પર જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા હાંસલ થઇ છે. ઉત્તર કાશ્મીરના કુપવાડામાં ત્રણ આતંકવાદી પકડાયા છે. આતંકવાદીઓ સાથે પૂછપરછ ચાલી રહી છે. આ આતંકવાદીઓની ધરપકડ બાદ કેટલાય અગત્યના ખુલાસા થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઑપરેશન સેનાની 28 આરઆર દ્વારા સફળ બનાવવામાં આવ્યું છે.આતંકવાદીઓની તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ હતી કુપવાડામાં સુરક્ષાદળોને સૂચના મળી હતી કે સોગમ વિસ્તારના જંગલ ક્ષેત્રમાં આતંકવાદી ઘુસ્યા છે. જવાનોએ વિસ્તારમાં તપાસ અભિયાન હાથ ધર્યુ. આ દરમિયાન ત્રણ આતંકવાડીઓને ઝડપી પાડ્યા. થોડાક દિવસ પહેલા જ આ ત્રણ આતંકવાદીઓની તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ હતી. ત્યારબાદથી સુરક્ષા ટીમ સતર્ક બની હતી.

army-4-960x640.jpg

Right Click Disabled!