જાદર પોલીસે ફલાસણ ગામ પાસેથી શેવરોલેટ બીટ ગાડીમાથી દારૂ પકડ્યો

ઇડર તાલુકાના જાદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અેસ.ડી.ચાવડા તથા અે.અેસ.આઇ. પ્રવિણભાઇ અળખાભાઇ તથા અે.અેસ.આઇ. જસવંતભાઇ ભીખાભાઇ તથા ડ્રા.પો.કો. નરેન્દ્રસિહ જાદર પોલીસ સ્ટેશનના માઢવા આ.પો. વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીગમા હતા તે દરમ્યાન ફલાસણ થી પાતળીયા ત્રણ રસ્તા પર જતા ફલાસણ ગામ તરફથી અેક ગાડી આવતી હતી તેને ચેક કરવા ઉભી રખાવતા ચાલકે પોતાની ગાડી સાઇડમા ઉભી રાખી અંધારાનો લાભ લઇ ભાગી ગયેલ પોલીસે તે ગાડી નજીક જઇ જોતા સફેદ કલરની શેવરોલેટ કંપનીની બીટ ગાડી હતી.
જેનો ગાડી નંબર GJ- 01-KG-4168 નો હતો તે ગાડીની અંદર જોતા અને પાછળની ડીકી ખોલી જોતા ડીકીમા ખાખી કલરના પુંઠાના નવ બોક્સ જે બોક્સની અંદર જોતા કાચની બોટલોમા દારૂ ભરેલ હતો કુલ ૧૦૮ બોટલો પરપ્રાતિય બનાવટની ઇગ્લિશ દારૂની અોફિસર ચોઇસ ક્લાસીક વ્હિસ્કિ ફોર સેલ ઇન રાજસ્થાન નુ તમામ બોટલો પર લેવલ મારેલુ જેથી અેક બોટલની કિ.રૂ. ૪૫૫ લેખે કુલ બોટલો નંગ-૧૦૮ કુલ કિ.રૂ. ૪૯,૧૪૦ ગણી તેમજ ગાડીની કિ.રૂ. ૨,૦૦,૦૦૦ કુલ મુદ્દામાલ કિ.રૂ. ૨,૪૯,૧૪૦ નો વિગતવાર પંચનામુ કરી મુદ્દામાલ તપાસ અથૅ કબ્જે કરી બીટ ગાડી ચાલક વિરુદ્ધ ધી ગુજરાત પ્રોહિ અેક્ટ કલમ- ૬૫ અે.ઈ , ૯૮(૨) મુજબ કાયદેસર ગુન્હો નોધી વધુ તપાસ જાદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અેસ.ડી.ચાવડા કરી રહ્યા છે.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)
