જાપાની કંપનીએ બનાવ્યા ice cold face માસ્ક

જાપાની કંપનીએ બનાવ્યા ice cold face માસ્ક
Spread the love

માસ્ક પહેરવું જરૂરી છે. જોકે, વધતી ગરમી વચ્ચે માસ્ક પહેરવું મુશ્કેલ છે. જેને ધ્યાનમાં રાખીને જાપાનમાં ખાસ પ્રકારના માસ્ક બજારમાં આવી રહ્યા છે. જેને આઈસી માસ્ક તરીકે ઓળખાય છે. આ માસ્ક ગરમીમાં ઠંડકનો અનુભવ કરાવે છે. જાપાનમાં આ માસ્ક ઝડપથી લોકપ્રિય બની રહ્યા છે. આ માસ્ક એવા કપડાતી બને છે જે ઠંડા હોય છે. આ માસ્કને પહેરીને ગરમી લાગતી નથી. જાપાનમાં આ માસ્ક અનેક ઠેકાણે વેન્ડિંગ મશીન થકી વેચવામાં આવે છે. આ માસ્ક કોરોના સામે બચવા માટે ઉપયોગી છે. અને ગરમીથી પણ બચાવે છે. આ માસ્કથી ગરમીમાં અંદર શ્વાસ લેવા જેવી તકલિફ નથી પડતી.

જાપાનમાં આ માસ્ક ઝડપથી લોકપ્રિય બની રહ્યા છે
જાપાનમાં આ માસ્કને વેન્ડિંગ મશીનોમાં 04 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉપર રાખવામાં આવે છે. જાપાન ટાઈમ્સ પ્રમાણે જાપાનમાં આ માસ્ક એક વેન્ડિંગ મશીનથી આશરે 400 માસ્ક વેચાય છે. આ માસ્કનો ઉપયોગ કરના લોકોનું કહેવું છે કે આ માસ્ક એક વખતના ઉપયોગ માટે તો ઠીક પરંતુ ત્યારબાદ આ માસ્ક એટલા ઠંડા નથી રહેતા.જાપાનમાં અનેક વિસ્તારોમાં હવે તાપમાન 30 ડિગ્રીથી ઉપર જવા લાગી છે. અહીં આ તાપમાન ખૂબ જ વધારે છે. આટલા ગરમ વાતાવરણમાં માસ્ક પહેરવું ચિંતાનો વિષય બની ગયો છે. તો કંપનીએ આવું આઈસી માસ્ક બજારમાં લોન્ચ કરી દીધું.

ચીની મીડિયાએ પણ આ પ્રકારના માસ્કના વખાણ કર્યા
ચીની મીડિયાએ પણ આ પ્રકારના માસ્કના વખાણ કર્યા છે. તેના અનુસાર જ્યારે જાપાનમાં અનેક જગ્યાએ તાપમાન 30 ડિગ્રીથી ઉપર પહોંચે છે. ત્યારે તેની સાથે લડવા માટે એક મોટી કંપનીએ બર્ફીલું માસ્ક વેચવાનો ઉપાય વિચાર્યો. આ માસ્કની કિંમત આશરે 6.5 યુએસ ડોલર છે એટલે કે આશરે 470 રૂપિયા છે. જાપાની અસહી શિમ્બુનના અહેવાલ મુજબ જાપાનના યમાગાટા પ્રાંતમાં એક ખાસ બરફની સંસ્કૃતિ છે. સ્થાનિક લોકોને નૂડલ્સ અને શેમ્પૂ ઠંડી વેચવાની ટેવ હોય છે. તેના આધારે, આ બર્ફીલા માસ્ક વેચવાનું કામ શરૂ થયું. માર્ચના મધ્યમાં, જાપાની સાહસ માસ્ક બનાવવાનું શરૂ કર્યું.

જાપાનની બર્ફીલી સંસ્કૃતિ
સાહસના પ્રભારીએ ઓટો સેલ્સ મશીનથી બર્ફીલા માસ્ક વેચવાનું સૂચન કર્યું હતું. ગ્રાહક આવા માસ્ક પહેરીને ઠંડક અનુભવે છે. જાપાની અસહી શિમ્બુનના અહેવાલ મુજબ જાપાનના યમગાતા પ્રાંતમાં એક ખાસ બરફની સંસ્કૃતિ છે. સ્થાનિક લોકોને નૂડલ્સ અને શેમ્પૂ ઠંડી વેચવાની ટેવ હોય છે. તેના આધારે, આ બર્ફીલા માસ્ક વેચવાનું કામ શરૂ થયું.

10-25-1024x683.jpg

Right Click Disabled!