જામજોધપુરમાં નદીમાં મિત્રો સાથે નાહવા પડેલા તરૂણનું મોત

Spread the love
  • જામનગરમાં કણસતી હાલતમાં મળી આવેલ અજાણ્યા પ્રૌઢનો મૃત્યુ

જામજોધપુરમાં નદીમાં મિત્રો સાથે ન્હાવા પડેલા તરૂણનું ડૂબી જતાં મોત નિપજતા અરેરાટી પ્રસરી છે. મિત્રો ડૂબતો જોઈ અન્ય મિત્રો હતપ્રભ બની ગયા હતા. તરૂણને બચાવવાના લોકોના પ્રયત્ન પણ નિષ્ફળ રહ્યાં હતાં. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અન્ય બનાવમાં જામનગરમાં કણસતી હાલતમાં મળેલા અજાણ્યા પ્રૌઢનો સારવારમાં મોત નિપજ્યું છે. જામજોધપુર રાબડીયા ફળીમાં આવેલા વાછાણી વાવ પાસે રહેતા પાર્ટી અશ્વિનભાઈ ડાભી નામના સત્તર વર્ષની કોળી તરુણ અને તેમના સમવયસ્ક મિત્રો રવિવારે રજાના દિવસે માણવા માટે વેલનાથમંદિર પાસે પહોંચ્યા હતા.

તરુણોએ ત્યાં થોડીવાર ધીંગામસ્તી કર્યા પછી પાર્થ પોતાના મિત્રો સાથે નદીમાં ન્હાવા પડ્યા હતો. થોડીવાર સુધી નદીના આગળના ભાગમાં તરતા પાર્થ અને તેના મિત્રો ઊંડાણ તરફ આગળ વધતા પાર્થ નદીના પાણીમાં ડૂબવા લાગ્યો હતો. નથી સાથે રહેલા મિત્રો તે દૃશ્યો નિહાળી ચીસાચીસ કરતા અન્ય વ્યક્તિઓ દોડી આવ્યા હતા. તેઓએ પાર્થને બચાવી લેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આ પ્રયાસ નિષ્ફળ રહેતા પાર્થ ડૂબી જવાથી મોતને શરણે થયો હતો. જામનગર શહેરના એસટી ડેપો રોડ પાસેથી બે સપ્તાહ પૂર્વે પગમાં સડો થયો હોવાથી કણસતી હાલતમાં મળી આવેલા અજાણ્યા પ્રૌઢનો સારવારમાં મૃત્યુ થયું છે. આ બનાવ અંગે પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

– રોહિત મેરાણી (જામનગર)

Right Click Disabled!