જામજોધપુર, શેઠવડાળા અને લાલપુરમાંથી 14 જુગારી ઝડપાયા

Spread the love
  • રૂ.૩૫ હજારનો મુદ્દામાલ કબ્જે જાહેરનામા ભંગનો પણ ગુનો

લાલપુરમાં ધરારનગર વિસ્તારમાં ગોહિલવાસ રામાપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમી રહેલા ભરત વાલાભાઈ વાણિયા, હિતેશ ગામજી મુછડિયા, માધવજી સાજણ મુછડિયા, અરજણ માલશી નંજાર અને માધવ જેઠાભાઈ શેખાને પોલીસે રૂ.૧૩૫૩૦ રોકડ તથા મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. બીજા દરોડામાં જામજોધપુરના ચીતરડા, કુંભારવાડા સામે ખુલ્લા પટમાં જુગાર રમી રહેલા સુનિલ લીંબાભાઈ ચિખલિયા, રાજેશ વજુભાઈ હળવદિયા, રફીક કાસમ સદા, હુસેનાબેન રફીક બ્લોચ, હલીમાબેન મામદ સીદી અને જ્યોતિબેન સુનિલભાઈ ચિખલિયા રોકડ રૂ.૧૦૧૯૦ સાથે પકડી લેવાયા છે. ત્રીજા દરોડામાં ધ્રાફા ગામ ગંજી પત્તા વડે જુગાર રમી રહેલા કાના પુનાભાઈ ચુડાસમા, જયરાજસિંહ ઘનુભા જાડેજા અને નરેન્દ્ર નારણભાઈ ચાંગેચાને રોકડ રૂ.૧૧૨૫૦ સાથે પડ્યા હતા.

– રોહિત મેરાણી (જામનગર)

Right Click Disabled!