જામનગરથી ભાગીને આવેલા કોરેન્ટાઈન વ્યક્તિને મોરબી નજીકથી પોલોસે ઝડપી લીધો

જામનગરથી ભાગીને આવેલા કોરેન્ટાઈન વ્યક્તિને મોરબી નજીકથી પોલોસે ઝડપી લીધો
Spread the love
  • જામનગરનો આ વ્યક્તિ માળીયા લગ્નમાં આવ્યો હતો અને ત્યાંથી મોરબી તરફ આવ્યો હતો
  • તંત્રને જાણ થતાં આ વ્યક્તિને ઝડપી હાલ મોરબીના સરકારી કોરેન્ટાઈન સુવિધા કેન્દ્રમાં રખાયો
  • પોલીસ ફરિયાદ પણ નોંધવા તજવીજ

મોરબી : જામનગરનો એક કોરેન્ટાઈન વ્યક્તિ ભાગીને માળીયા ખાતે પ્રસંગમાં હાજરી આપવા આવ્યા બાદ તંત્રએ તેને પકડવાની સૂચના આપતા ત્યાંથી પણ ભાગીને મોરબી તરફ પહોંચ્યો હતો. આ વ્યક્તિને મોરબી નજીકથી પકડી લેવાયો છે અને હાલ આ વ્યક્તિને હાલ મોરબીના સરકારી કોરેન્ટાઈન સુવિધા કેન્દ્રમાં રખાયો છે. તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે ગુજરાતમાં આ મામલે આ બીજી એફઆઈઆર નોંધાઇ છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જામનગર જિલ્લાનો એક વ્યક્તિ કોરેન્ટાઈન કેન્દ્ર હેઠળ હોઈ જે જામનગર હોમ કોરેન્ટાઈનથી ભાગીને મોરબી જિલ્લાનાં માળીયા મી.માં લગ્ન પ્રસંગે હાજરી આપવા આવ્યો હતો. આ અંગેની માહિતી મળતા જામનગરના કલેકટરે આ બનાવની મોરબી જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ સાહેબને જાણ કરી હતી. આથી આ વ્યક્તિને પકડી લેવા મોરબી જિલ્લા તંત્ર તથા જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાની સૂચના અનુસાર, મોરબી જિલ્લાની ટીમ કામે લાગી હતી.

દરમિયાન આ વ્યક્તિને ટ્રેસઆઉટ કરતા તે માળીયા મી. બસ સ્ટેન્ડ પર જોવા મળ્યો હતો. પરંતુ ત્યાં ટિમ પોહચતા ત્યાંથી પણ ચકમો આપી નાશી ગયો હતો. ત્યારબાદ પોલીસે આ શખ્સને મોરબીના રવાપર નદી ગામ પાસેથી પકડી તાત્કાલિક અસરથી મોરબી ખાતેના સરકારી કોરેન્ટાઈન સુવિધા કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનામાં શખ્સ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી પણ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેની સામે એફઆરઆઈ નોંધી છે. આવી પોલીસ ફરિયાદ નોંધાઇ હોવાનો આ બીજો કેસ છે ગુજરાતમાં.

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

17-08-26-content_image_96f43a1d-c65b-4c11-ac1c-15b68a377cdf.jpeg

Right Click Disabled!