જામનગરનાં ચાંપાબેરાજામાં બીમારીથી કંટાળી આધેડનો આપઘાત

જામનગરનાં ચાંપાબેરાજામાં બીમારીથી કંટાળી આધેડનો આપઘાત
Spread the love

જામનગર તાલુકાના ચાંપાબેરાજા ગામે બિમારીથી કંટાળી આધેડે આપઘાત કરી લેતા ચકચાર જાગી છે. ચાપા બેરાજા ગામે રહેતા ધીરૂભા ઉદેસંગ જાડેજા (ઉ.વ.૫૦) ને માથાની ખંજવાળ તથા દુખાવાની બિમારી હોય આ બીમારીથી કંટાળી જય ધીરૂભાઇ શનિવારે પોતાના રહેણાંક મકાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. બનાવ અંગે જયપાલસિંહ જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો લઈ પીએમ માટે મોકલ્યો હતો. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

– રોહિત મેરાણી (જામનગર)

Suicide-1.jpg

Right Click Disabled!