જામનગરના બિલ્ડર પર ફાયરિંગમાં આરોપીના ૩ દિવસના રિમાન્ડ મંજૂર

જામનગરના બિલ્ડર પર ફાયરિંગમાં આરોપીના ૩ દિવસના રિમાન્ડ મંજૂર
Spread the love
  • અગાઉ પકડાયેલા શુટર સહિતની ત્રિપુટીની પૂછપરછ

જામનગરમાં લાલપુર બાયપાસ પાસે ક્રિષ્ના પાર્કવાળી જમીન મામલે બિલ્ડર પર ફાયરીગ પ્રકરણમાં એલસીબી પોલીસે શાર્પ શૂટર સહિત ત્રણ આરોપીને પકડી પાડી સાત દિવસના રિમાન્ડ પર લીધા છે જેમાં વધુ એક આરોપી યશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજાની સંડોવણી ખુલતા પોલીસે તેની અટકાયત કરી રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થયા છે. તેની પોલીસે સઘન પુછપરછ હાથ ધરી છે.

આ પ્રકરણમાં કુખ્યાત જયેશ પટેલ સહિતના સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ ચકચારી ફાયરિંગ પ્રકરણમાં પોલીસ પૂછપરછમાં રજાક સોપારી, હુસેન દાઉદ ચાવડા પણ સંડોવણી ખૂલી હતી. જે બંને આરોપીઓને સકંજામાં લેવા માટે પોલીસે જુદી જુદી ટીમ બનાવી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.

– રોહિત મેરાણી (જામનગર)

20200713_171257.jpg

Right Click Disabled!