જામનગરની જી.જી. હોસ્પિટલમાં તમામ સારવાર બંધ, ફક્ત ઈમરજન્સી સેવા જ ચાલુ

Spread the love

જામનગર,
હાલ ગુજરાતમાં કોરોના વાયરસનાં એક બાદ એક પોઝિટિવ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. છેલ્લા ૩૬ કલાકમાં ગુજરાતમાં કોરોનાનાં ૧૩ પોઝિટિવ કેસ સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કોરોના વાયરસને પગલે જામનગરની જી.જી. હોÂસ્પટલ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જામનગરની જી.જી. હોÂસ્પટલમાં હવે ઈમરજન્સી સિવાયની તમામ સારવાર બંધ કરવામાં આવી છે.
જામનગરવાસીઓ હવે કોઈપણ સારવાર લેવા માટે તમે જી.જી. હોÂસ્પટલ પહોંચશો તો તમારે ધક્કો ખાવાનો વારો આવી શકે છે. કેમ કે, કોરોના વાયરસના પગલે હોÂસ્પટલ તંત્ર દ્વારા તમામ સારવાર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જી.જી. હોÂસ્પટલમાં ફક્ત હવે ઈમરજન્સી સારવાર જ ચાલુ રહેશે. અને ઈમરજન્સીમાં માત્ર ઓપરેશન જ કરવામાં આવશે. ઉચ્ચ કક્ષાએથી આવેલાં આદેશ બાદ હોÂસ્પટલ તંત્રે આ નિર્ણય કર્યો છે.
તો બીજી બાજુ તા.૨૨ને રવિવારના રોજ વડા પ્રધાન મોદી દ્વારા જનતા કર્ફ્યુની અપીલ કરવામાં આવી છે ત્યારે જામનગરની જુદી-જુદી ૧૫ જેટલી વ્યાપારી-ઔદ્યોગિકસંસ્થાઓએ આ જનતા કર્ફ્યુ ને ટેકો આપવા નિર્ણય કર્યો છે. જામનગર શહેર તથા આસપાસના તમામ ઉદ્યોગકારો-વ્યાપારીઓને રવિવારે તેઓના ઉદ્યોગ-ધંધાઓ બંધ રાખી આ અભિયાનમાં ટેકો આપ્યો છે.

Right Click Disabled!