જામનગરમાં એક જ દિવસમાં કોરોનાના રેકર્ડબ્રેક 54 કેસ નોંધાયા

જામનગરમાં એક જ દિવસમાં કોરોનાના રેકર્ડબ્રેક 54 કેસ નોંધાયા
Spread the love
  • શહેરમાં ૨૪ કલાકમાં ૪૫ વ્યક્તિ સંક્રમિત થતા
  • દર ૫૩ મિનિટે એક કેસની સ્થિતિ
  • કલેકટર: ૧૫ ઓગસ્ટ સુધીમાં કોરોના કેસનો આંકડો ૯૦૦ થઇ શકે
  • એડિશનલ સેશન્સ જજ અને તેના પરિવારના બે સભ્યો પણ ઝપટમાં
  • બે તરૂણી, એક કિશોરીઓ સંક્રમિત
  • તહેવારો ટાંકણે કોરોનાના રાફડો ફાટતા લોકોને જીવ તાળવે ચોંટયા

જામનગર શહેર-જિલ્લામાં કોરોનાના એક જ દિવસમાં રેકર્ડબ્રેક ૫૪ પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. શહેરમાં ૨૪ કલાકમાં ૪૫ વ્યક્તિ સંક્શીત થતાં દર ૫૩ મિનિટે એક કેસની સ્થિતિ સર્જાઇ છે. જિલ્લામાં ૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. સંક્રમિત દર્દીઓ ૩૧ પુરૂષ અને ૨૪ મહિલાનો સમાવેશ થાય છે. શહેરમાં એડીશ્નલ સેશન્સ જજ અને તેના બે પરિવારના સભ્યો કોરોનાની ઝપટમાં આવ્યા છે.

જામજોધપુર અને ધ્રોલ હોટસ્પોટ બન્યા હોય તેવી સ્થિતિ પ્રવર્તી જામનગર શહેર-જિલ્લામાં શુક્રવારે ૨૪ કલાકના સમયગાળામાં શહેર-જિલ્લામાં રેકોર્ડબ્રેક ૫૪ કેસ નોંધાયા છે. લોકોને લાપરવાહી અને તંત્રની નિયમોની અમલવારીમાં ઢીલાશના કારણે ખાસ કરીને શહેરની સ્થિતિ દિનપ્રતિદિન કથળી રહી છે. જામનગરમાં એડીશ્નલ સેશન્સ જજ અને તેના પરિવારના ૨ સભ્યોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જયારે બે તરૂણી અને ૧ કિશોરી પણ સંક્રમિત થયા છે. જામજોધપુર અને ધ્રોલ હોટસ્પોટ બન્યું હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.

– રોહિત મેરાણી (જામનગર)

Coronavirus-2.jpeg

Right Click Disabled!