જામનગરમાં કોરોનાએ વધુ 10નો ભોગ લીધો, એક જ દિવસમાં રેકર્ડબ્રેક 201 દર્દી ડિસ્ચાર્જ

જામનગરમાં કોરોનાએ વધુ 10નો ભોગ લીધો, એક જ દિવસમાં રેકર્ડબ્રેક 201 દર્દી ડિસ્ચાર્જ
Spread the love
  • શહેરમાં ૮૦, ગ્રામ્યમાં ૨૫ પોઝિટિવ કેસ

જામનગરમાં વધુ ૧૦ કોરોનાગ્રસ્ત દર્દીના મોત નિપજયા છે. એક દિવસમાં શહેરમાં ૮૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. એક દિવસમાં રેકોર્ડબ્રેક ૨૦૧ દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. ગુરૂવારે જી.જી.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૧૦ કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે એક દિવસમાં શહેરમાં ૮૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યારસુધી ગ્રામ્ય વિસ્તારમાં રોજ ૮ થી ૧૦ પોઝિટિવ કેસ નોંધાતા હતા. આ સ્થિતિમાં ગુરૂવારે એક જ દિવસમાં ૨૫ કેસ નોંધાયા છે. સ્વસ્થ થવાનો દર સુધરતા ગુરૂવારે એક જ દિવસમાં ૨૦૧ દર્દી સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. જેમાં શહેરના ૧૫૧ અને ગ્રામ્ય વિસ્તારના ૫૦ દર્દીનો સમાવેશ થાય છે.

– રોહિત મેરાણી (જામનગર)

images-32.jpeg

Right Click Disabled!