જામનગરમાં કોરોનાગ્રસ્ત 4 દર્દીના મોત, વધુ 28 પોઝિટિવ

- હાલારમાં કોરોનાનો કહેર યથાવત, એક દિવસમાં વધુ ૩૭ કેસ
જામનગર શહેર-જિલ્લામાં બુધવારે કોરોનાના રેકોર્ડબ્રેક કેસ સામે બાદ ગુરૂવારે પોઝીટીવ કેસોનો રાફડો મહદઅંશે યથાવત રહ્યો હતો. જામનગર શહેરમાં ગુરુવારે કોરોનાના વધુ ૨૮ કેસ નોંધાયા હતા. જ્યારે કોરોના વોર્ડમાં સારવાર દરમિયાન ચારનાં મૃત્યુ થયા હોવાનું જાહેર થયું છે. મૃતકોમાં ઉકાભાઇ (ઉ.વ.૭૨), કેશવજીભાઇ (ઉ.વ.૬૦) નગીનભાઇ કંસારા (ઉ.વ.૭૦) તેમજ શંકાસ્પદ જાહેર થયેલા હસીનાબેનનો સમાવેશ થતો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
જામનગર ગ્રામ્યમાં બુધવારે નિરાંત બાદ ગુરુવારે વધુ છ કેસ સામે આવ્યા હતા જેમાં લતીપુરના પુરૂષ, કાલાવડના પુરૂષ, દરેડનો યુવક, ધુવાવનાં યુવક, કાલાવડના નાના વડાળા ઘેડ અને તરસાઇના વૃધ્ધાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા હતા જેમાં ખંભાળીયાના ૪૫ વર્ષીય અને ૨૮ વર્ષીય યુવાન ઉપરાંત દ્વારકાના ૩૮ વર્ષીય યુવાન સંક્રમિત થતા તેને ખંભાળીયાની કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
– રોહિત મેરાણી (જામનગર)
