જામનગરમાં કોરોનાથી વધુ 7 દર્દીના મોત, 116 પોઝિટિવ કેસ આવ્યા

જામનગરમાં કોરોનાથી વધુ 7 દર્દીના મોત, 116 પોઝિટિવ કેસ આવ્યા
Spread the love
  • શુક્રવારે શહેરમાં ૯૮ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૮ કેસ નોંધાયા

જામનગરમાં કોરોનાગ્રસ્ત દર્દીના મોતનો સિલસિલો યથાવત રહેતા વધુ ૭ દર્દીનો ભોગ લેવાયો છે. સંક્રમણ બેકાબૂ હોય એક દિવસમાં શહેરમાં ૯૮ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી બાજુ ૧૧૪ દર્દી કોરોના સામેનો જંગ જીતતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જામનગર શહેર-જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટવાનું નામ લેતો નથી. જેના કારણે કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુ દર ઘટતો નથી તો દરરોજ ૧૦૦ કેટલા પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. આ કપરી સ્થિતિમાં શુક્રવારે જામનગર જી.જી.હોસ્પિટલના કોરોના વોર્ડમાં સારવાર લઇ રહેલા વધુ ૭ કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુ નિપજયા છે.

બીજી બાજુ શહેરમાં સંક્રમણને માઝા મૂકી હોય એક જ દિવસમાં વધુ ૯૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણની ગતિ ધીમી પડતા ૧૮ કેસ નોંધાયા છે. કોરોનાના કેસ વધવાની સાથે મહામારીમાં સ્વસ્થ થવાના દરમાં પણ સુધારો થયો છે. ગુરૂવારે શહેર-જિલ્લામાં રેકર્ડબ્રેક ૨૦૦થી વધુ દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ત્યારે શુક્રવારે વધુ ૧૧૪ દર્દીએ કોરોનાને મ્હાત કરતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. શુક્રવારે શહેરમાં ૨૦૩ અને ગ્રામ્યમાં ૫૬ મળી કુલ ૨૫૯ એકટીવ કેસ રહ્યા છે.

– રોહિત મેરાણી (જામનગર)

Coronavirus-5.jpg

Right Click Disabled!