જામનગરમાં કોરોનાનો ડિસ્ચાર્જ દર વધ્યો, સોમવારે 129 સ્વસ્થ થયા

જામનગરમાં કોરોનાનો ડિસ્ચાર્જ દર વધ્યો, સોમવારે 129 સ્વસ્થ થયા
Spread the love
  • એક જ દિવસમાં શહેરમાં ૧૦૧ અને ગ્રામ્યવિસ્તારમાં ૧૯ પોઝિટિવ કેસ
  • મૃત્યુદર ઘટ્યો ન હોવાની બાબત ચિંતાજનક

જામનગરમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર વધ્યો છે પણ મૃત્યુદર ઘટવાનું નામ ન લેતા વધુ ૯ દર્દીના મોત નિપજ્યા છે. એક જ દિવસમાં શહેરમાં ૧૦૧ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેર-જિલ્લામાં ૧૨૯ દર્દી સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જામનગરમાં કોરોના મહામારીએ માઝા મૂકતા પોઝિટિવ કેસની સાથે મૃત્યુ દરમાં વધારો થઈ રહ્યો છે. આ ગંભીર સ્થિતિમાં જી.જી.હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં સારવાર લઇ રહેલા વધુ ૯ કોરોનાગ્રસ્ત દર્દીના મોત નિપજયા હતા.

જેમાંથી ૨ દર્દીનાં કોરોનાથી તો અન્ય ૭ દર્દી કોરોનાની સાથે અન્ય રોગના કારણે મૃત્યુને ભેટ્યા હતા. બીજી બાજુ સંક્રમણ ઘટવાનું નામ ન લેતા એક દિવસમાં શહેરમાં ૧૦૧ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૯ મળી કુલ ૧૨૦ પોઝિટિવ કેસ નોંધાયા હતા. તેની સાથે શહેરમાં ૧૦૨ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૭ મળી કુલ ૧૨૯ દર્દીઓએ કોરોનાને મ્હાત કરતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

– રોહિત મેરાણી (જામનગર)

Coronavirus-3.jpg

Right Click Disabled!