જામનગરમાં ખાનગી સ્કૂલોની છ માસિક ફી માફ કરવા માંગ

જામનગરમાં ખાનગી સ્કૂલોની છ માસિક ફી માફ કરવા માંગ
Spread the love

કોરોનાના પગલે અમલી કરાયેલી લોકડાઉનની ગરીબથી માંડી ધનપતિ સુધીના તમામને જબરી ખરાબ અસર થઇ છે. ધંધા-રોજગાર પડી ભાગ્યા છે. તેમાં પણ અધુરામાં પુરા દિન-પ્રતિદિન વધતી મોંઘવારી થી સામાન્ય માણસની આર્થિક જીવન સાઇકલની ચેન ખડી ગઇ છે. આથી આવી વિષમ પરિસ્થિતિમાં જામનગર ખાનગી સ્કૂલોની છ માસિક ફી માફ કરે તેવો હુકમ કરવા સૂર્યવંશી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, લોકડાઉનને પગલે માર્ચ માસથી શાળા-કોલેજો સદંતર બંધ છે. શિક્ષણ કાર્ય બંધ હોવા છતાં શિક્ષણના મંદિર સમાન શાળાને દુકાન બનાવી પૈસા કમાઈ લેવાની માનસિકતા ધરાવતી અમુક ખાનગી શાળાના સંચાલક વાલીઓ પાસેથી ફીની ઉઘરાણી કરી રહ્યા છે.

એક બાજુ લાંબા લોકડાઉન બાદ માંડ ગાડી બરોબર પાટે ચડી નથી ત્યાં ફીના ઉઘરાણાએ સામાન્ય વાલીઓ માટે પડયાં પર પાટુ સમાન છે. આથી સરકાર દ્વારા લોકોને ફીની રોકડા રૂપિયા સહાય પેટે આપે એવું ન કરી શકે તો સ્કૂલને પરીપત્ર દ્વારા છ મહિનાની સ્કૂલ ફી માફ કરવા આદેશ કરે, હાલ આવા લોકડાઉનમાં સ્કૂલ સંચાલક પરિપત્ર જાતના વેલેન્ટાઇન વગર સ્કૂલ બંધ છે. જે સ્કૂલ સંચાલક અમુક સંચાલક ટીચરને પગાર પણ નથી આપ્યા. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકની છ માસિક ફી માફ કરવી જોઈએ.

બાલમંદિરથી માંડીને 12 ધોરણ સુધી એટલે કે 12 વર્ષ બાળકો સ્કૂલ સંચાલકોને ફી આપે છે. તો પછી એમાં છ મહિના ફી માફ કરવામાં કોઈ પણ જાતની નુકસાન નથી. બાળકની છ મહિના ફી માફ કરવા જામનગર સામાજીક કાર્યકર સુભાષભાઇ ગુજરાતી તથા દિલીપ સિંહ જેઠવા જામનગર દ્વારા માંગ ઉઠાવી છે. જામનગર મચ્છર નગરમાં આવેલ નવનિર્માણ પ્રાથમિક શાળાના સંચાલક ઘનશ્યામસિંહ રાઠોડ દ્વારા 1 મહિના પહેલા પોતે જાતે જ કોઈ પણ રજૂઆત પહેલાં જ બાળકની આવા જામનગર તમામ શાળા અને કોલેજ સંચાલક આગળ આવી ગરીબ અને મધ્યમવર્ગના લોકોને મદદરૂપ થાય તેમ અંતમાં જણાવ્યું છે.

– રોહિત આર. મેરાણી (જામનગર)

20200625_172615.png

Right Click Disabled!