જામનગરમાં ગરમીથી લોકો અકળાયા

જામનગરમાં મહત્તમ તાપમાનમાં વધારો થતા ગરમીથી લોકો અકળાઈ ઉઠયા છે. શહેરમાં ચાલુ વર્ષે મેઘરાજાની શરૂઆતથી મહેર કરી છે અને અત્યાર સુધીમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. આમ છતાં ગરમીનું જોર ઘટવાનું નામ લેતું નથી. શનિવારે મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે રવિવારે તેમાં ૦.૫ ડિગ્રીનો વધારો થતાં ૩૩.૫ પર પહોંચ્યું હતું. મેઘમહેર થવા છતાં મહત્તમ તાપમાન ઘટવાને બદલે વધતા ગરમીના કારણે લોકો અકળાઈ ઉઠયા છે.
– રોહિત મેરાણી (જામનગર)
