જામનગરમાં ગાંજા સાથે પકડાયેલા અલ્તાફને આજે કોર્ટમાં રજૂ કરાશે

જામનગરમાં ગાંજા સાથે પકડાયેલા અલ્તાફને આજે કોર્ટમાં રજૂ કરાશે
Spread the love
  • અલ્તાફને ગાંજો આપનારો તેનો પિતરાઇ હજુ પકડાયો નથી

જામનગરમાં ઘાંચીવાડા વિસ્તારમાં એસ.ઓ.જી. પોલીસે એક મકાનમાં દરોડો પાડી માદક પદાર્થ ગાંજાના બે કિલો જથ્થા સાથે એક શખ્સને દબોચી લીધો હતો. જેના કોવિડ ટેસ્ટ બાદ રિપોર્ટ નેગેટીવ આવતા ધરપકડ કરાઈ છે. પોલીસ કાલે તેના રિમાન્ડ માંગી. જ્યારે ગાંજો પૂરી પાડનારા પિતરાઇ ભાઇની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

કોવિડ પરીક્ષણ બાદ આરોપીની ધરપકડ, પોલીસ રિમાન્ડની માંગ કરશે
શહેરમાં એસ.ઓ.જી.પોલીસે કેફી પદાર્થ ગાંજાના વેચાણ થતું હોવાની પૂર્વ બાતમીના આધારે ઘાંચીવાડ વિસ્તારમાં ઘાંચીની ખડકી પાસે રહેતા અલ્તાફ ઉર્ફે સુમીરો હુશેનભાઈ સમાના કબજાના મકાનમાં દરોડો પાડ્યો હતો. જે દરોડા વેળા અંદરથી બે કિલો જેટલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આ ગાંજાનો જથ્થો જપ્ત કરી લીધો હતો. અલ્તાફ ઉર્ફે સુમીલો સમાનને સકંજામાં લીધો હતો અને તેના કબજામાંથી રૂ.વીશ હજારનો ગાંજો, વજન કાંટો, એક મોબાઇલ અને રોકડ સહિત રૂ.૩૧,૨૦૦ની મતા કબજે કરી હતી.

પોલીસની પૂછપરછમાં ગાંજો તેણે પિતરાઇભાઇ ઇદ્રીશ મહંમદ હાલા પાસેથી લાવ્યો હોવાનું કબૂલ્યું હતું, બંને સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે પકડાયેલા આરોપી અલ્તાફનો રિપોર્ટ નેગેટિવ આવતા તેની શુક્રવારે મોડી સાંજે અટકાયત કરી છે. જેને શનિવારે રિમાન્ડની માગણી સાથે રજુ કરાશે. આ ગાંજાનો જથ્થો સંભવિત સુરત તરફથી લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.

– રોહિત મેરાણી (જામનગર)

Crime-1.jpg

Right Click Disabled!