જામનગરમાં જી.જી. હોસ્પિટલના કોરોના વોર્ડમાંથી ચીલઝડપના આરોપી ભાગી છુટ્યો

જામનગરમાં જી.જી. હોસ્પિટલના કોરોના વોર્ડમાંથી ચીલઝડપના આરોપી ભાગી છુટ્યો
Spread the love
  • શુક્રવારના બપોરે હોસ્પિટલ સ્ટાફને ચકમો આપી નાસી છુટ્યો
  • શોધખોળ સાથે નાકાબંધી કરાઇ

જામનગર શહેરના ચીલઝડપના ગુનામાં સંડોવાયેલા આરોપીને અમદાવાદથી ટ્રાન્સફર વોરંટથી જામનગર પોલીસે કબ્જો મેળવી તેનો કોરોના ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાંથી તેઓ શુક્રવારે બપોરે હોસ્પિટલમાંથી નાશી છૂટતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

અમદાવાદથી ટ્રાન્સફર વોરંટના આધારે જામનગર લવાયો હતો

પ્રાપ્ત વિગત અનુસાર જામનગર શહેરના સીટી-સી ડિવિઝન વિસ્તારમાં ચીલઝડપના ગુનામાં સંડોવાયેલ ભીમો ઉર્ફે ભીમા વિજયભાઇ ગરેજા (ઉ.વ.૩૩) નામનો શખ્સ અમદાવાદ પોલીસના હાથમાં ઝડપાઈ ગયા બાદ અમદાવાદ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી તેનો કબજો જામનગર પોલીસે મેળવી નિયમ મુજબ તેનો કોરોના ટેસ્ટ કરાવતા તે પોઝીટીવ આવતા તેને જી.જી.હોસ્પિટલના સાતમા માળે આઇસોલેશન વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન શુક્રવારના બપોરે ૨ થી ૩ વાગ્યે તે સ્ટાફને ચકમો આપીને હોસ્પિટલમાંથી નાશી છૂટવામાં સફળ રહ્યો હતો. આ બાબતની પોલીસને જાણ થતાં એલસીબી સહિતની ટીમો હોસ્પિટલ દોડી ગઇ હતી અને શહેરમાં નાકાબંધી કરી તેની શોધખોળ હાથ ધરી છે.

– રોહિત મેરાણી (જામનગર)

G-G-Hospital-2.jpg

Right Click Disabled!