જામનગરમાં પરિણીતાને માર મારી ધોકો ફટકાર્યો

Spread the love
  • પતિ સહિત 4 સામે ફરિયાદ નોંધાઇ

જોગવડ નજીક રાણીશીપ વિસ્તારમાં રહેતા એક પરિણીતાએ લાકડાનો ધોકો ફટકારી ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ પતિ, સાસુ,સસરા સહિત ચાર સામે નોંધાવી છે.ભોગગ્રસ્ત અગાઉ સાસુ સાથે બોલાચાલી મામલે અરજી કરવાનો ખાર રાખી આ હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

અગાઉ સાસુ સાથે બોલાચાલી મામલે અરજી કરવાનો ખાર રાખીને માર માર્યો
પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગર નજીક ખંભાળીયા હાઇવે પર જોગવડ પાસે રાણીશીપ વિસ્તારમાં રહેતા રીના બેન પિયુષભાઇ રાઠોડ (ઉ.વ.21) નામની પરિણીતાએ પોતાના ગાળો ભાંડી લાકડાના ધોકા વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી ઇજા કર્યાની ફરિયાદ પતિ પિયુષભાઇ મંગાભાઈ રાઠોડ, મંગાભાઈ સામતભાઈ રાઠોડ, ડાઇબેન મંગાભાઈ રાઠોડ અને દીપક મંગાભાઈ સામે નોંધાવી છે.

આ ફરિયાદના આધારે ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ મેઘપર પોલીસે હાથ ધરી છે. ભોગગ્રસ્ત અગાઉ સાસુ સાથે શાક બનાવવા બાબતે બોલાચાલી થતા પોલીસમાં અરજી કરી હોવાનો ખાર રાખી પતિએ ઘોકા વડે અને અન્યોએ ઢીકાપાટુનો માર માર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર કરવામાં આવ્યું છે.

– રોહિત આર. મેરાણી (જામનગર)

Right Click Disabled!