જામનગરમાં પારો 1 ડિગ્રી ઊંચકાયો

જામનગરમાં પારો 1 ડિગ્રી ઊંચકાયો
Spread the love

જામનગરમાં ભાદરવા માસે સૂર્યદેવતાને મિજાજ યથાવત રહેતા ગુરૂવારે માપનું પ્રમાણ વધ્યું હતું. તાપમાનનો પારો એક ડિગ્રી ઊંચકાયો હતો અને ૩૪ ડિગ્રીએ સ્થિર થતા બપોરે જનજીવન તાપનો અહેસાસ કર્યો હતો. જોકે, ભેજ ઘટતા ઉકળાટ અને બફારાથી લોકોએ રાહત અનુભવી હતી.

જામનગરમાં છેલ્લા પાંચેક દિવસથી મહત્તમ તાપમાનમાં આંશિક વધારો થયો છે જેમાં ગુરુવારે પારો વધુ એક ડિગ્રી પર સરકતો હતો અને ૩૪ ડિગ્રીએ પહોંચી જતા તાપમાં જોર વધ્યું હતુ. ખાસ કરીને બપોરના સુમારે જુદા જુદા માર્ગો પર આવાગમન કરતાં વાહનચાલકો અને રાહદારીઓને તાપનો અનુભવ કર્યો હતો.

– રોહિત મેરાણી (જામનગર)

69528646HEAT.jpg

Right Click Disabled!