જામનગરમાં બેડી બંદર રોડ પરથી નીકળો તો ધ્યાન રાખજો!

જામનગરમાં બેડી બંદર રોડ પરથી નીકળો તો ધ્યાન રાખજો!
Spread the love

હજી ચોમાસાનો વિધિવત પ્રારંભ નથી થયો ત્યાં માર્ગ પર ખાડાની સમસ્યા સર્જાઇ છે. શહેરમાં જી.જી.હોસ્પિટલથી બેડીબંદર તરફ જતાં મુખ્ય માર્ગ પણ પંચવટી નજીક માર્ગની વચ્ચોવચ એક મસમોટો ખાડો પડ્યો છે. જેના કારણે અકસ્માતનું જોખમ ઉભું થયું છે. ખાડાના કારણે માર્ગ પર આવાગમન કરતા વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. નવાઈની વાત એ છે કે, છેલ્લા ઘણા દિવસથી આ ખાડો હોવા છતાં મનપા દ્વારા રીપેરીંગની કાર્યવાહી કરવામાં આવી નથી.

– નિશાંત માવાણી (જામનગર)

20200620_105401.png

Right Click Disabled!