જામનગરમાં બે જૂથ વચ્ચે ધીંગાણું : ૧ને ઈજા

જામનગરમાં બે જૂથ વચ્ચે ધીંગાણું : ૧ને ઈજા
Spread the love
  • જૂના મનદુઃખના કારણે છરી, પાઈપ, કુહાડી અને ધોકા વડે સામસામા સશસ્ત્ર હુમલા કરાયા
  • હત્યાના પ્રયાસની ફરિયાદ, સામે પક્ષે પણ ગેરકાયદે મંડળી રચી હુમલાની રાવ થઈ

શહેરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં નિલકમલ સોસાયટી ખાતે રહેતા પુંજાભાઈ વારાભાઇ જામ નામના યુવાને પોતાના પર ગેરકાયદે મંડળી રચી છરી, પાઇપ અને ધોકા વડે હુમલો કરી જીવલેણ ઇજા પહોંચાડવાની રામદેવ ભોજાભાઇ જામ, ખીમરા ભોજાભાઇ જામ, હમીર ખીમરા ભાઇ જામ, જીવણ ખીમાભાઇ જામ, સાજણ રામદેભાઇ, પુરા ખીમરા જામ અને નારૂ ખીમરા (રે.માળી ગામ, તા.કલ્યાણપુર) સામે નોંધાવી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. હત્યાના પ્રયાસ અને રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

જ્યારે સામાપક્ષે હમીરભાઇ ખીમાભાઇ જામએ તેની કાર આરોપીના મકાન પાસેથી નિકળતા ગેરકાયદે મંડળી રચી માધાભાઇ માયાભાઇ રામ, વાછીયા વીરા ગામ, પુંજા વિરાભાઇ, મૂળ માયાભાઇ, જીવણ ગગુભાઇ, જેસા મુંધા જામ અને કાના ગગુભાઇ જામી એકસંપ કરી પોતાના તથા ખીમરાભાઇ અને રામદેભાઇ પર પાઇપ, છરી, કુહાડી અને ધોકા જેવા જીવણે હથિયાર વડે હુમલો કરી ઇજા કર્યાની ફરિયાદ નોંધાવી છે. દોઢેક વર્ષ પૂર્વે સગપણ બાબત બંને પક્ષ વચ્ચે માથાકૂટ થતાં તેના મનદુઃખના કારણે હુમલા કર્યા હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

– રોહિત મેરાણી (જામનગર)

20200715_180616.jpg

Right Click Disabled!