જામનગરમાં મહતમ તાપમાન ઊંચકાતા ગરમીથી લોકો ત્રસ્ત

જામનગરમાં મહતમ તાપમાન ઊંચકાતા ગરમીથી લોકો ત્રસ્ત
Spread the love
  • ઉષ્ણતામાન પારો ૩૬ ડિગ્રીએ પહોંચ્યો

જામનગરમાં મહતમ તાપમાન ઊંચકાતા ગરમીથી લોકો ત્રસ્ત બન્યા છે. ઉષ્ણતામાન પારો વધીને ૩૬ ડિગ્રીએ પહોંચ્યું છે. આકાશમાંથી વાદળ વિખેરાતા બપોરના સમયે આકરા તાપથી શહેરના માર્ગો પર ચહલપહલમાં ઘટાડો થયો છે. આવા સમયમાં પણ વીજળીના ધાંધિયાથી ગાંધીનગર સહિતના કેટલાક વિસ્તારમાં રહીશો હેરાન થયા હતા. વાદળો વિખેરાતા બપોરના આકરો તાપ જામનગરમાં ચોમાસામાં સાર્વત્રિક વરસાદ થવા છતાં ગરમીનું જોર યથાવત રહ્યું છે.

વાતાવરણમાં ભેજને કારણે લોકો અકળાઈ ઉઠયા છે. રવિવારે મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી નોંધાયું હતું. જેમાં ઘટાડો થવાને બદલે સવારે ૧ ડિગ્રીનો વધારો થતાં ઉષ્ણતામાન પારો ૩૬ ડિગ્રીએ પહોંચતા ગરમીથી લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા હતા. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૦ ટકા રહેતા બફારાથી લોકોની મુશ્કેલી બેવડાઇ હતી. પવનની ગતિ ૧૦ થી ૧૫ કીમી પ્રતિ કલાક રહી હતી. ચોમાસામાં સચરાચર મેઘવૃષ્ટિ થવા છતાં જામનગરમાં તીવ્ર ગરમી પડતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે. હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ સોમવારે હાલારમાં આકાશ સ્વચ્છ જોવા મળ્યું હતું.

– રોહિત મેરાણી (જામનગર)

Temperature-1.jpg

Right Click Disabled!