જામનગરમાં વધુ 7 દર્દીના કોરોનાથી મોત, 107 પોઝિટિવ

- સંક્રમણ ઘટવાનું નામ ન લેતા એક દિવસમાં વધુ એક સદી ફટકારી
જામનગરમાં કોરોનાનો કોહરામ યથાવત રહેતા વધુ ૭ કોરોનાગ્રસ્ત દર્દી દમ તોડયો છે. બીજી બાજુ મહામારી એક દિવસમાં વધુ એક સદી ફટકારી છે. જેમાં શહેરમાં ૯૪ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૩ લોકો કોરોનાની ઝપટમાં આવ્યા છે. જ્યારે ૧૧૩ દર્દી સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા છે. શહેરમાં ૯૪, ગ્રામ્યમાં ૧૩ લોકો ઝપટમાં જામનગરમાં કોરોના મહામારીએ અજગરી ભરડો લીધો છે. જેના કારણે સંક્રમણ દિન-પ્રતિદિન ઘટવાને બદલે કરી રહ્યું છે.
આ ગંભીર સ્થિતિમાં સોમવારે જી.જી.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વધુ ૭ કોરોનાગ્રસ્ત દર્દી મોતને ભેટયા હતા. બીજી બાજુ એક જ દિવસમાં શહેર-જિલ્લામાં ૧૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં શહેરમાં ૯૪ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૩ કેસનો સમાવેશ થાય છે. જયારે એક જ દિવસમાં કોરોનાની સારવાર લઇ રહેલા ૧૧૩ દર્દી સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેમાં શહેરના ૧૦૫ અને ૮ દર્દીનો સમાવેશ થાય છે.
સરકારી કચેરીમાં કોરોનાનો ભરડો, ૧૧ વીજકર્મી સંક્રમિત
કોરોના વાયરસ જામનગર શહેર-જિલ્લામાં કાળો કેર વર્તાવી રહ્યો છે. ત્યારે તેમાંથી સરકારી કચેરીઓ પણ બાકાત રહી નથી. જામનગરની વીજકચેરીના કુલ ૨૬૦ કર્મચારીઓના કોરોનાના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાંથી ૧૧ કર્મચારી રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં ત્રણ જુનિયર એન્જિનિયરનો સમાવેશ થાય છે.
– રોહિત મેરાણી (જામનગર)
