જામનગરમાં વરસાદથી ખેડૂતોની હાલત કફોડી

જામનગરમાં વરસાદથી ખેડૂતોની હાલત કફોડી
Spread the love

તુરંત સહાય-પેકેજ જાહેર કરો: કિસાન સંઘ

જામનગર જિલ્લામાં થયેલા અતિ વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે જે પાક ઉભા છે તેમાં ઉત્પાદન મળી શકે તેમ નથી માટે ખેડૂતોને તાત્કાલિક સહાય કે પેકેજ જાહેર કરવા ભારતીય કિસાન સંઘ દ્વારા જામનગરમાં કલેકટર મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે જિલ્લામાં મગફળી, કપાસ, તુવેર, તલ, મગ જેવા ઉત્પાદન મળી શકે તેમ નથી તે માટે ભારતીય કિસાન સંઘ દ્વારા જામનગર કલેકટર મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે, વરસાદના ખોટા આંકડા રજૂ થાય છે.

પાક માટે નિષ્ણાંતોનો મત લેવો, સતત વરસાદથી ઉત્પાદન મળે તેમ નથી, ટેકાના ભાવથી ખરીદી પ્રક્રિયા શરૂ કરી, જે જમીનમાં સતત વરસાદથી પાણીના રેસા ફૂટી ગયા છે તેવા ખેતરોનો સર્વે કરી ખેડૂતોને સહાય કરવી, ધોવાણ અથવા ડુબમાં ગયેલ જમીનનો સર્વે કરવો વગેરે મુદ્દાઓ ધ્યાને લઈ ખેડૂતોની ખેતી બચાવવા માટે તાત્કાલિક સહાય કે પેકેજ જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે. આ મુદ્દે કલેક્ટર મારફતે કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

– રોહિત મેરાણી (જામનગર)

20200829_154121.jpg

Right Click Disabled!