જામનગરમાં શ્રમિકની 12 વર્ષની બાળાને ગળાફાંસો

જામનગરમાં શ્રમિકની 12 વર્ષની બાળાને ગળાફાંસો
Spread the love
  • મૃતદેહ પીએમ અર્થે ખસેડી પોલીસ દ્વારા તપાસ

શહેરના મેહુલનગરમાં પ્રગતિ પાર્ક પાસે બાંધકામના સ્થળ પર રહેતા શ્રમિક ૧૨ વર્ષીય પુત્રી શુક્રવારે સાંજે રમતા રમતા કોઈ કારણોસર ફાંસો ખાઇ લીધો હોવાનો બનાવ બહાર આવ્યો છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત પ્રમાણે શહેરના મેહુલનગર પ્રગતિ પાર્ક-૩માં ખાનગી સ્કુલ પાસે બાંધ કામના સ્થળે ચોકીદાર તરીકે કામ કરતા નેપાળના વતની કમલભાઇ સોની નામના શ્રમિકની પુત્રી પુજાબેન (ઉ.વ.૧૨)એ શુક્રવારે સાંજે રહેઠાણના સ્થળ પર ગળેફાંસો ખાઇ લીધો હોવાનો બનાવ બહાર આવ્યો છે. જેની જાણ થતા ૧૦૮ની ટીમ દોડી ગઇ હતી. જોકે, આ બાળ મૃત જણાઈ હતી. આ અંગે જાણ થતા સીટી સી પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી, મૃતદેહનો કબજો સંભાળી પીએમ અર્થે ખસેડયો હતો. મૃતક તેની બહેનો સાથે રમતી હતી ત્યારે રમતા રમતા અકસ્માત કોઇ કારણોસર આ પગલું ભરી લીધું હોવાનું જાહેર કર્યું છે. પીએમ રિપોર્ટમાં કારણ સ્પષ્ટ થશે.

– રોહિત મેરાણી (જામનગર)

Suicide-1.jpg

Right Click Disabled!