જામનગરમાં ૧૨ દરોડામાં ૬૪ જુગારી પકડાયા

જામનગરમાં ૧૨ દરોડામાં ૬૪ જુગારી પકડાયા
Spread the love
  • જિલ્લામાં શ્રાવણિયો જુગાર પુરબહારમાં જામ્યો
  • જામનગર શહેર, કાલાવડ, જામજોધપુરમાં પોલીસ કાર્યવાહી

જામજોધપુર દુદાવાના પુલ પાસે આવેલી વાડીમાં મોબાઈલ ફોનના અજવાળે જુગાર રમી રહેલા શહાદત ખાન ઈનાયતખાન પઠાણ, ધવન અરવિંદ રાબડિયા, મિતલ દેવેન્દ્ર ઘેટિયા, સંજય ઉફે પીરી જાવિયા અને દર્શન નામના વ્યક્તિને રોકડ રૂ. ૬૨,૩૭૦, ૧૧ મોબાઈલ ફોન, ૬ મોટરસાયકલ મળી રૂા.૨,૯૧,૭૩૦ સાથે પોલીસે પકડી પાડી ગુનો દાખલ કર્યો છે. કાલાવડ ટોડા ગામે હાઈસ્કૂલ સામે ઓટા પર જાહેરમાં જુગાર રમી રહેલા રવિરાજસિંહ હરદેવસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ લાલુભા જાડેજા, શક્તિસિંહ પોપટસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ ભૂપતસિંહ જાડેજા, હરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, કુલદીપસિંહ ગંભીરસિંહ જાડેજા અને લગધીરસિંહ બાપાલાલ સિંહ જાડેજા અને રૂ.૧૧,૩૦૦ સાથે પકડી પાડી પોલીસે ગુનો દાખલ કર્યો છે.

કાલાવડના જ નાગપુર ગામ પ્રા.શાળા પાસે જુગાર રમી રહેલા જયંતિ નાથા વસોયા, રામજી ગાંગજી સીંગલ, દિનેશ ગીરી રતન ગીરી ગોસ્વામી, પંકજ કાંતિ નિમાવત, ઘનશ્યામ પરસોતમ કપુરીયા, બાબુ બેચર કપુરીયા, કૈલાશગીરી દિનેશ ગીરી ગોસ્વામી રૂ.૧૨૭૦૦ સાથે પકડાતા ગુનો નોંધ્યો છે. જોડિયાના કુન્નડ ગામ પ્રા.શાળાની બાજુમાં જુગાર રમતા અશોક ધનજી ભીમાણી, મગન તરસી ભીમાણી, અશ્વિન રામજી ભીમાણી, માધવજી ચકુભાઈ કાલાવડીયા, કરસન ઘોડા કાલાવડીયા, કાંતિલાલ માવજીભાઇ ભીમાણી અને પોલીસે રોકડ રૂ.૩૧,૬૦૦ તથા મુદ્દામાલ સાથે પકડી જુગાર ઉપરાંત જાહેરનામા ભંગનો પણ ગુનો દાખલ કર્યો છે.

જામનગરના વિકટોરિયા પુલ બારદાનવાલા કોમ્પલેક્ષ નીચે જાહેરમાં જુગાર રમી રહેલા નરેન્દ્ર પ્રભુદાસ કાપડી, રિતેશ ધીરજલાલ મહેતા અને હર્ષ નામના શખ્સોને જુગાર રમતા રોકડ રૂ.૧૧૭૦૦ સાથે પોલીસે પકડી પાડ્યા હતા. જામનગર તાલુકાના જોગવડ ગામ રાણીપ રામાપીરના મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા જુદા ભીખા પરમાર, પ્રવીણ ખીમા ચાવડા, મેપા ભીમા સોલંકી, લાખા વાલા મકવાણા અને ચણા હીરા મકવાણાને પોલીસે રોકડ રૂ.૫૫૪૦ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર નજીક નાઘેડી ખાણ વિસ્તારમાં જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા વિમલ સુનિલભાઈ સોલંકી, દિલીપ અરજણ પરમાર અને બિજલ ધનજી પોલીસે રોકડ રૂા.૩૧૧૦ સાથે પકડી લીધા છે.

જામનગર નજીક લાવડિયા નદીના કાંઠે ઈંટોના ભઠ્ઠા પાસે તીનપતી, રોન પોલીસે જુગાર રમી રહેલા રમેશ મનજી મકવાણા, જીતેન્દ્ર ધીરજ ગંઢા અને નિલેશ રઘુભાઈ નંઢાને પોલીસે રોકડ રૂ.૬૩૦૦ સાથે પકડી પાડ્યા છે. જામનગર નજીક મસીતીયા ગામે સરકારી સ્કૂલની દીવાલ પાસે તીન પત્તીનો જુગાર રમી રહેલા આદમ ઉર્ફે કુતરી જુમાભાઈ ખફી, ગફાર પુંજાભાઈ અખાણી, અકબર ઉર્ફે ગોદરો યુનુસ ખફી, હસન ઉર્ફે પોટલો જુસબ ખફી, બશીર ઉર્ફે ધનિયો અબુ ખફી, અકબર ઉર્ફે ચાવો ઈસ્માઈલ ખફી અને જાવેદ ઉર્ફે જાવલો ઈબ્રાહીમ બુઢાણીને રોકડ રૂ. ઝાડીમાં તીન પત્તીનો જુગાર રમતા મનસુખ રૂ.૧૭૫૦૦ સાથે પકડી પાડ્યા હતા.

જામનગર નજીક હાપા બાવરીવાસ બાવળની ઝાડીમાં હકાભાઈ મોરવાડિયા, હરજી ભાઈ ઉર્ફે હરજુ નોંઘરાજ અને નવઘણ બેચર અંગે ચણિયાને રોકડ રૂ.૫૨૩૦ સાથે ઝડપી લીધા હતા. જામનગર શહેરના ધરારનગર-૧માં ઈદ મજીદની બાજુમાં જાહેરમાં જુગાર રમી રહેલા ઈસુબ સીદીક સાદી, રઝાક કાસમ સેઠા, જાવિદ હુસેન આલોટ, સલીમ મામદ કાયાણી, આરીફ ઉમર ભાઈ, અલીમામદ જુમા શેઠા અને ફારૂક હાસમ હાલેપોત્રા રોકડ રૂ.૧૦૧૦૦ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. ધરાનગર-૨માં મદીના ચોકની બાજુની ગલીમાં તીન પત્તીનો જુગાર રમી રહેલા હાજી અબ્દુલ જોખીયા, હુસેન ઈસ્માઈલ સાંઢ, તૌસિફ બશીર સીતા, અબ્બાસ સીદીક સંભણિયા, રિયાઝ ઈબ્રાહીમ ચનાણી, ફિરોઝ તાલબ સંભણિયા અને બશીર આમદ સફિયા અને રોકડ રૂ.૧૦૧૭૦ સાથે પકડી લેવાયા છે.

– રોહિત મેરાણી (જામનગર)

256x256bb.jpg

Right Click Disabled!