જામનગરમાં 1 પીઆઈ અને 7 પીએસઆઈની આંતરિક ફરજ સોંપાઈ

Spread the love
  • 6 હેડ કોન્સ્ટેબલને એએસઆઈ અને 12 કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલના પ્રમોશન

પોલીસ વિભાગમાં ભુજથી આવેલા એક પીઆઈ અને સાત પીએસઆઈને અલગ અલગ સ્થળોએ ફરજ સોંપવામાં આવી છે. ઉપરાંત 6 હેડ કોન્સ્ટેબલને એએસઆઈ અને 12 કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલના પ્રમોશન આપવામાં આવ્યાં છે. જામનગર શહેરમાં જુદા જુદા સ્થળેથી આવેલા પીએસઆઈ અને આજે જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ ચાર્જ સોંપ્યો હતો જેમાં અમદાવાદથી આવેલા પીએસઆઇ એમ.એલ.ઓડેદરાને ગુલાબનગર ચોકી, પંચમહાલથી આવેલ એમ.એન. જાડેજાને ઉદ્યોગ ચોકી, પીજીવીસીએલના પીએસઆઈ પી.એલ.કોટક એરપોર્ટ, ભુજથી આવેલા વાય.બી.રાણા હનુમાન ગેટ, જામનગર રીડર શાખા પીએસઆઇ એલ.આર.ગોહિલને ટ્રાફિક શાખા, એરપોર્ટ ખાતે ફરજ બજાવતા પીએસઆઇ વી.એ.આહિરના ટ્રાફિક શાખામાં અને દ્વારકાથી આવેલા કે.એન.જાડેજાને મહિલા પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા છે.

6 હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ. તરીકે બઢતી આપવામાં આવી
આ ઉપરાંત જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા 6 હેડ કોન્સ્ટેબલને એએસઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે જેમાં મહિલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ચનુભા જાડેજા, સંજયભાઈ પંડયા, ચંદ્રસિંહ જાડેજા, ધીરજભાઇ ભુસા, માલશભાઈ ગોરડિયા અને માંડણભાઈ વસરાને એ એસ આઈ તરીકે બઢતી અપાઈ છે. વિક્રમસિંહ રાઠોડ, ક્રિપાલસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, રણજીતસિંહ પરમાર, હરપાલસિંહ પરમાર, ભગીરથસિંહ જાડેજા, જાવેદભાઈ, પ્રદીપસિંહ જાડેજાને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન અપાયા છે.

– નિશાંત માવાણી (જામનગર)

Right Click Disabled!