જામનગરમાં 7.7 કિલો ગાંજા સાથે 3 ઝબ્બે

જામનગરમાં 7.7 કિલો ગાંજા સાથે 3 ઝબ્બે
Spread the love
  • માદક પદાર્થ સુરતથી જામનગરમાં ઘુસાડાયો
  • હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું

જામનગરના સનસીટી વિસ્તારમાં એસ ઓ જી પોલીસે એક મકાનમાં દરોડો પાડીને ગાંજાના સાત કિલો સાતસો ગ્રામ જથ્થા સાથે ત્રિપુટીને દબોચી લીધી હતી. શહેરમાં કાલાવડ ગેઇટ બહાર મોરકંડા રોડ પર સનસીટી-૨ વિસ્તારમાં એક મકાનમાં ગાંજાના જથ્થા વેચાણની પેરવી ચાલી રહી હોવાની ચોક્કસ બાતમી પરથી એસઓજીના પીઆઇ કે.એલ.ગાઘે અને પીએસઆઈ વી.કે.ગઢવીના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમે રવિવારે રાત્રે અબ્દુલ સમદ ઓસમાણભાઈ સેતાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો.

જે દરોડા વેળા અંદરથી નશીલા પદાર્થ ગાંજાનો સાત કિલો સાતસો ગ્રામ જથ્થા સાથે મકાનધારક અબ્દુલ સમદ સીતા અને તેનો સાગરીત સંજય રાજુભાઇ પરેશા (રે.રડાર રોડ, ગોકુલનગર) અને ગાંજાનો જથ્થો આયાત કરવા માટે આર્થિક મદદ પુરી પાડનાર સરફરાજ ઇકબાલભાઇ સિપાઈ (રે.સનસીટી-૨) મળી આવ્યા હતા. જે ત્રણેય શખ્સોને પોલીસે સકંજામાં લીધા હતા અને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતી. પ્રાથમિક તપાસમાં ગાંજાનો માતબર જથ્થો સુરતથી મંગાવી ત્રણેય ભાગીદારીમાં વેચાણ કરવાની પેરવી કરતા હોવાનું કબૂલ્યું હતું.

– રોહિત મેરાણી (જામનગર)

images-1.jpeg

Right Click Disabled!