જામનગરમાં 8 માસની કુમારિકા ગીર વાછરડી દૂધ આપે છે

જામનગરમાં 8 માસની કુમારિકા ગીર વાછરડી દૂધ આપે છે
Spread the love
  • દૂધ અતિ પવિત્ર મનાય છે, એટલે તેનું સેવન ન થાય ફક્ત શિવલીંગ પર ચઢાવાઇ

શહેરમાં લાખો ગાયોમાં એક બનતી ઘટના બની છે, જેમાં માત્ર આઠ માસની કુમારિકા ગીર ગાય દૂધ આપતા ભારે કુતૂહલ સર્જાયું છે. લાખોમાં બનતી આ ઘટનામાં વાછરડા બે સમય દુધ આપી રહી છે, જામનગર શહેરના બેડેશ્વરમાં રહેતા ચરણજીતસિંહ ધર્મેન્દ્રભાઇ મહેડુ પોતાના કારખાનામાં ગીર ગાય પાળી છે, તેને આઠ માસ પહેલા વાછરડું અવતર્યા હતું. આ ગીર ગાયનું વાછરડું પહેલેથી જ પોતાની અનોખી ઓળખ આપી રહ્યું હતું.

દરમિયાન આજથી એક માસ જેટલો સમય પહેલા અચાનક જ આ વાછરડાના આંચળ ભરી આવ્યું હતું જેને મિલ્કીંગ કરતા દૂધ આવતા બધા આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. આઠ માસની કુમારીકા વાછરડી આવી રીતે દુધ આપતા પશુપાલન નિષ્ણાંતો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. નિષ્ણાંતોના મત મુજબ લાખો ગીર ગાયોમાં આવી કદાચિત એકાદ ઘટના બને છે. વાછરડીના આંચળ અને સમય ભરાઇ જાય છે જે એક સમયે 200 મિમી જેટલું દૂધ આપે છે.

મહાદેવને જ ચડે આ દૂધ
વાયકા મુજબ કુમારિકા ગીર વાછરડીને જો દૂધ આવતું હોય તો તેનું સેવન કરી શકાય નહીં પરંતુ તે મહાદેવના શિવલિંગ ઉપર ચડાવવામાં આવે જે અતિ પવિત્ર માનવામાં આવે છે. આ ગીર વાછરડી દુધ પણ મહાદેવના શિવલિંગની અર્પણ કરવામાં આવી રહ્યું છે.

– રોહિત આર. મેરાણી (જામનગર)

20200625_145100.png

Right Click Disabled!