જામનગર અને કાલાવડમાં જુગટું રમતા 9 ઝડપાયા

Spread the love
  • જુગારની મહેફિલ પર પોલીસ ત્રાટકી

મોખાણા સીમ અને કાલાવડ નિકાવા ગામે સ્થાનિક પોલીસે જુદા જુદા સ્થળેથી જુગાર રમતા નવ શખ્સોને પકડી પાડીને રૂ.27460ની રોકડ રકમ સહિતની માલ મતા કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. મોખાણાની ગામમાં નાગમતી નદીના કાંઠે પાસેથી પોલીસે ગંજીપાના વડે જુગાર રમતા વનરાજસિંહ ભરતસિંહ પિંગળ, હરિસિંહ અભેસિંહ રાઠોડ, અનિલ ઉર્ફે ઘનો હીરાભાઈ ખરા, દેવા મંગાભાઈ ખરા અને હરિલાલ શીવશંકર બારોટને પકડી પાડી રૂ.12,400ની રોકડ રકમ સહિત માલમતા કબજે કરી હતી. નિકાવાની વાડી પાસેથી જુગાર રમતા માહિર ઉર્ફે લાલો જીતેન્દ્રભાઇ મહેતા, ભરત વલ્લભભાઇ સૂચક, ધીરુ નાગજીભાઇ વીરડીયા અને રાઘવજી વાળાને પકડી રૂ. 15,060ની રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

– રોહિત આર.મેરાણી (જામનગર)

Right Click Disabled!