જામનગર-ખંભાળિયામાં JEE NEETની પરીક્ષા મોકૂફ રાખવા NSUIના પ્રતિક ધરણા

- કોરોના મહામારી વચ્ચે પરીક્ષા લેવાથી વિદ્યાર્થીનું સ્વાસ્થ્ય જોખમમાં
હાલ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે અને આ મહામારી સામે આપણો દેશ ભારત અને સમગ્ર વિશ્વ જંગ લડી રહ્યું છે. દેશમાં રોજબરોજ કોરોનાના હજારો કેસો વધી રહ્યા છે અને આવી પરિસ્થિતિમાં ઘરની બહાર નીકળવું સુરક્ષિત નથી અને આવા સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા JEE-NEET જેવી પરીક્ષાનું આયોજન કરી રહી છે. જે આશરે ૨૫ લાખ વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાઈ શકે છે.આવા કપરા સમયમાં વિદ્યાર્થીઓના જીવને જોખમમાં ન મુકી પરીક્ષા મોકૂફ રાખવા રાજ્યવ્યાપી પ્રતીક ધરણામાં જામનગર અને ખંભાળિયામાં એનએસયુઆઇ દ્વારા પ્રતિક ધરણા કાર્યક્રમ યોજાયો હતો.
દ્વારકા કોંગ્રેસ સમિતિ અને NSUI દ્વારા JEE, NEETની પરીક્ષા સ્થગિત રાખવામાં આવે, શાળા-કોલેજો ૬ મહિનાની ફી માફ કરવામાં આવે, કોરોનાની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી કોઈ પણ પરીક્ષા યોજવામાં ન આવે બાબત દેવભૂમિ દ્વારકા NSUI દ્વારા કલેકટર ઓફિસની સામે પ્રતિક ધરણા કરવામાં આવ્યા અને ઉપરોક્ત તમામ બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી. કાર્યક્રમમાં જિલ્લા NSUI પ્રમુખ દાનાભાઈ માડમની આગેવાનીમાં ગોવિંદ આંબલિયા, રાજશી કંડોરીયા, કાંતિભાઈ નકુમ, યુનુસ ચાકી, યુવરાજસિંહ વાઢેર, અનિલ ચોપડા, મેહુલ કંડોરીયા, હિતેશ નકુમ, જતીન ગોસાઇ, જીગર નથવાણી સહિતના કાર્યકરો જોડાયા હતા. તેમજ જામનગરમાં પણ લાલ બંગલા સર્કલ પાસે પ્રતિક ધરણા યોજાયા હતા.
– રોહિત મેરાણી (જામનગર)
