જામનગર જનસેવા કેન્દ્રમાં બારીમાંથી દાખલા આપવાનું શરૂ

જામનગર જનસેવા કેન્દ્રમાં બારીમાંથી દાખલા આપવાનું શરૂ
Spread the love
  • રોજેરોજ મોટી સંખ્યામાં અરજદારો આવતા હોવાથી કોરોના મામલે સજાગતા
  • પટાંગણમાં શેડ નખાશે : અગમચેતી રૂપે તંત્રના પગલાં

કોરોના વાયરસનું સંક્રમણ વધતા શરૂ સેકશન રોડ પર આવેલા મહેસૂલ સેવા સદનમાં આવેલા જનસેવા કેન્દ્રમાં બારીમાંથી દાખલા આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. અરજદારોને તડકો ન લાગે તે માટે શેડ અને સોશિયલ ડિસ્ટન્સ સાથે લાઈનમાં ઉભા રહે તે માટે માર્કિંગ કરવામાં આવશે. દરરોજ મોટી સંખ્યામાં અરજદારો આવતા હોય કર્મીઓ અને લોકોનું આરોગ્ય જાળવવા તંત્ર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. શહેરના શરૂ સેકશન રોડ પર આવેલા મહેસુલ સેવા સદનમાં કાર્યરત જનસેવા કેન્દ્રમાં આવી સહિતના દાખલા, પ્રમાણપત્ર માટે દરરોજ મોટી સંખ્યામાં અરજદારો અને વિદ્યાર્થીઓ આવે છે.

સોશિયલ ડિસ્ટન્સ સાથે અરજદારો લાઇનમાં ઉભા રહે તે માટે માર્કેટિંગ કરશે
હાલ કોરોના વાયરસના સંક્રમણ વકરતા કેન્દ્રમાં અરજદારોની ભીડના કારણે ફરજ પરના કર્મચારીઓ તેમજ અરજદારોને આરોગ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે. આથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શુક્રવારથી શહેર અને ગ્રામ્ય માં જનસેવા અંદરની બદલે બારીમાંથી દાખલા, પ્રમાણપત્ર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આટલું જ નહીં અરજદારોને તડકો ન લાગે તે માટે પટાંગણમાં શેડ નાખવામાં આવશે તથા સોશિયલ ડીસ્ટન્સીંગ જળવાય તે માટે માર્કિંગ કરવામાં આવશે.

– રોહિત આર.મેરાણી (જામનગર)

20200620_105344.png

Right Click Disabled!