જામનગર જિલ્લાના હરિયાળું બનાવવા ૭૧મો વન મહોત્સવ

જામનગર જિલ્લાના હરિયાળું બનાવવા ૭૧મો વન મહોત્સવ
Spread the love
  • જામનગર જિલ્લાના કાલાવડમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીના હસ્તે વૃક્ષારોપણ

સમગ્ર ગુજરાતમાં હરિત ગુજરાત બનાવવાની નેમ સાથે દર વર્ષે વન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે જામનગર જિલ્લો આ ઝુંબેશમાં વધુ યોગદાન આપે તેવા હેતુથી જામનગર જિલ્લાના વધુ હરિયાળું બનાવવા કાલાવડના નવા એ.પી.એમ.સી.માં જિલ્લા કક્ષાના ૧૭મા વનમહોત્સવની અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરી નિ:શુલ્ક રોપા વિતરણ માટેના વૃક્ષરથને મંત્રી લીલીઝંડી ફરકાવી પ્રસ્થાન કર્યો હતો.

વન વિભાગ જામનગર દ્વારા આયોજીત વન મહોત્સવમાં મંત્રી જયેશભાઇ રાદડિયાએ લોકોને વૃક્ષારોપણ કરી તેનો ઉછેર કરવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, અનિયમિત વરસાદ અને ગુજરાતમાં વન આચ્છાદિત વિસ્તારમાં પ્રમાણ સરેરાશ ઓછું હોવાને કારણે તત્કાલીન સમયમાં કનૈયાલાલ મુનશી વન મહોત્સવનો પ્રારંભ કર્યો હતો.

આજે પણ મહોત્સવ દ્વારા વનવિસ્તાર બહાર પણ વનીકરણની ઝુંબેશથી હરિયાળા ગુજરાત તરફ અગ્રેસર બનીએ, વધુમાં વધુ વૃક્ષો વાવી ગુજરાતી રળીયામણુ, હરીયાળુ બનાવીએ. પરંતુ માત્ર વૃક્ષો વાવીને ભૂલી જવું નહીં, તેના વિકાસની ફરજ પણ આપણા ગુજરાતીઓ જ છે, ત્યારે વધુ વૃક્ષો વાવો, તેનું જતન કરીએ અને સંવર્ધન કરીએ. કાર્યક્રમમાં એ.પી.એમ.સી.કાલાવડના ચેરમેન યુવરાજસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ કશ્યપ ભાઈ વૈષ્ણવ, તાલુકા ભાજપ પ્રમુખ ગાંડુભાઇ, અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, નાયબ વન સંરક્ષક અધિકારી રાધિકા પરસાણા, ચીફ ઓફિસર કાલાવડ, મામલતદાર કાલાવડ તેમજ વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

– રોહિત મેરાણી (જામનગર)

20200807_172109.jpg

Right Click Disabled!