જામનગર, લાલપુર, જામજોધપુરના 27 શખ્સો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા

Spread the love
  • કડા રૂ.૪૩,૨૮૦, ત્રણ મોટરસાઈકલ સહિત રૂ.૯૮,૨૮૦ કબ્જે
  • બે મહિલાનો સમાવેશ: જુગટુ રમતા શખ્સો સામે જાહેરનામા ભંગનો પણ ગુનો

જામનગર, લાલપુર અને જામજોધપુરમાં પોલીસે દરોડા પાડી જુગાર રમતા ૨૭ શખ્સોને પકડી પાડ્યા હતા. જેમાં બે મહિલાનો પણ સમાવેશ થાય છે. પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂ. ૪૩,૨૮૦, ત્રણ મોટરસાયકલ સહિત રૂ.૯૮,૨૮૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. કોરોના મહામારીમાં ૪થી વધુ શખ્સો જુગટુ રમતા જાહેરનામા ભંગનો પણ ગુનો નોંધ્યો છે.

જામનગર-સમાણા ધોરીમાર્ગ પર પાંચાપીરની દરગાહ પાસે પોલીસે દરોડો પાડી જાહેરમાં ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમતા અલ્લારખા ઇસ્માઇલ ઉનડ, અસલમ યાકુબ રીંગણીયા, ઇમરાન સીદીકભાઈ હાલા, લીયાકત કાદરીયા નાગાણી, મુસ્તાક અબુભાઇ સોરઠીયા, મુસ્તકીમ બોદુભાઇ નાખવા, રફીક જુસબભાઇ ખીરા, અબ્દુલ રહીમ અબ્દુલ રસીદ બાબવાણી, મોસીન અબાસભાઇ ખફી, શકીલ અબાસ જીવરાણી, બશીર અલ્લારખા મકવાણાને પકડાઈ પાડી રોકડા રૂ.૧૨,૪૦૦ અને ત્રણ મોટરસાઈકલ કિંમત રૂ.૫૫૦૦૦ કબ્જે કર્યા હતા. જ્યારે જામનગરમાં શંકરટેકરી પાણીના ટાંકા પાસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા ગફાર સીદીક ખીલા, પ્રદીપ ઘનશ્યામ સામાણી, શંકર મનુભાઇ રોહરા, મટુબેન મારખીભાઇ રાવલીયા, વનીતાબેન ધર્મેન્દ્રભાઇ રાવલીયાને પકડી પાડી રોકડા રૂ.૧૪,૪૦૦ કબ્જે કર્યા હતાં.

લાલપુર તાલુકાના ઢાઢર નદીના કાંઠે શહેરમાં જુગાર રમતા મેરામણ રામભાઈ બંધિયા, કેશુર કરશન ગાગીયા, અજય ભીમશીભાઇ કરંગીયા, ગોવિંદ સોમાતભાઇ બંધીયા, પીઠાભાઇ દેવાયતભાઈ વસરાને પોલીસે પકડી પાડી રોકડા રૂ.૧૩,૨૭૦ કબ્જે કર્યા હતા. તદઉપરાંત લાલપુર પંથકમાં શીવપરા રામાપીર મંદિર પાસે તીનપતીનો જુગાર રમતા રમેશ પાલાભાઇ મકવાણા, ચનાભાઇ હિરાભાઇ મકવાણા, રમેશ વાલાભાઇ મકવાણા, દુદાભાઇ ભીખાભાઇ પરમાર, દેવાભાઇ હમીરભાઇ પરમારને પકડી પાડી રોકડા રૂ.૧૦,૩૦૦ કબજે કર્યો હતો. અન્ય દરોડામાં જામજોધપુરમાં સોનવાડીયા વણકરવાસની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા કમલેશ વલ્લભભાઇ રાઠોડ, કારૂભાઇ દાનાભાઇ ચૌહાણ, કિરીટભાઈ પરબતભાઈ ચૌહાણને પકડી પાડી રોકડા રૂ. ૩૨૮૦ કબજે કર્યો હતો. પોલીસે પકડાયેલાં તમામ શખ્સોએ બાદમાં જામીન મુક્ત કર્યા હતાં.

– રોહિત મેરાણી (જામનગર)

Right Click Disabled!